________________
વહેતુબલવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ પ્રમાણ तत्रान्तराले मुण्डितशिरोदर्शनमेव बाधकम् , इह तु न किश्चिदस्ति । अत एव शब्दे तदैव स्फुरन्त्या विनाशबुद्ध्या वैधुर्यमुपनीता प्रत्यभिज्ञा स्थास्नुतां स्थापयितुम् असमर्थेत्युक्तम् । ज्वालादावपि तैलवर्तिक्षयानुमानबाधितत्वाद् भ्रान्ता प्रत्यभिज्ञा, न तु तथा स्तम्भादावनुमानमपि बाधकमस्ति । सत्त्वानुमानं तु निरस्तमेव ।
- 130. મુંડાયેલા કેશને સ્થાને બીજા ફરી ઊગેલા કેશ વગેરેમાં જે પ્રત્યભિના થાય છે તેના તુલ્ય સ્તંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞા છે એમ તમે જે તુલ્યતા જણાવો છો તે અસંગત છે, કારણ કે વચગાળામાં થતું મૂડિત શિરનું દર્શન જ તેમાં બાધક છે જ્યારે સ્તંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞાન' બાધક એવું કંઈ જ નથી. તેથી જ શબ્દની બાબતમાં શબ્દો ઉચ્ચાર થાય છે ત્યારે જ થતી શબ્દના વિનાશની બુદ્ધિ દ્વારા વૈધુય (=પ્રામાણ્યશન્યતા) પામેલી “આ તે જ ગકાર છે' એવા આકારવાળી પ્રત્યભિજ્ઞા શબ્દની નિત્યતા સ્થાપવા અસમર્થ છે એમ અમે કહ્યું છે. જવાલા વગેરેની બાબતમાં પશુ તેલ, ૧ ટ, વગેરેના ક્ષયના અનુમાનથી બાધિત થતી હોવાથી “આ તે જ જ્વાલા છે' એવી પ્રત્યભિજ્ઞા બ્રાન્ત છે, પરંતુ સ્તંભ આદિની પ્રત્યભિજ્ઞામાં અનુમાન પણ બાધક નથી. વસ્તુના સત્ત્વ ઉપરથી તમે કરેલા વસ્તુની ક્ષણિકતાના અનુમાનને તો અમે નિરાશ કરી દીધો છે જ.
131. यद्यपि च नैष नियमः प्रत्यक्षानुमानयोर्विरोधे प्रत्यक्ष बलीय इति, त्वरिततरपरिभ्रमितचक्रीभवदलातग्राहिणः प्रत्यक्षस्यानुमानबाधितत्वदर्शनादिति, तथापि प्रकृतं क्षणिकत्वानुमानमन्यथासिद्धम् , अनन्यथासिद्धं तु प्रत्यक्षमिति प्रत्यक्षमेव क्षणिकत्वानुमानस्य बाधकम् । न चेतरेतराश्रयत्वम् , अनुमानमिथ्यात्वनिबन्धनप्रत्यभिज्ञाप्रत्यक्षप्रामाण्यानभ्युपगमात् , स्वहेतुबलवत्तयैव प्रत्यभिज्ञाप्रत्यक्ष प्रमाणम् । न तस्येदं दैन्यं यदनुमानमिथ्यात्वे सति तत्प्रमाणीभविष्यतीति ।
11. જો કે એ નિયમ નથી કે પ્રત્યક્ષ અને અનુમાન વચ્ચે વિરોધ હોય ત્યારે પ્રત્યક્ષને વધુ બળવાન ગણવ' કારણ કે અત્યંત ઝડપથી ફેરવવામાં આવતા તારામંડળમાં વર્તુળાકાર અગ્નિપ્રકાશનું ગ્રહણ કરતું પ્રત્યક્ષ અનુમાનથી બાધિત થતું દેખાય છે, તેમ છતાં સત્વ ઉપરથી ક્ષણિકતાનું પ્રકૃતિ અનુમાન અન્યથાસિદ્ધ છે જ્યારે [થિરતાનું પ્રત્યક્ષ (પ્રત્યભિજ્ઞા) અન્યથાસિદ્ધ નથી એટલે આ [સ્થિરતાનું] પ્રત્યક્ષ જ ક્ષણિકત્વાનુમાનનું બાધક છે.
વળી, ઇતરેતરાશ્રયષ નથી આવતો, કારણ કે અનુમાનના મિથ્યાપણુને કારણે પ્રય ભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું પ્રામાણ્ય અમે સ્વીકારતા નથી. પોતાના ઉત્પાદક કારણની બળવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞા રૂપે પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. પ્રત્યક્ષની એવી દાનતા નથી કે અનુમાનનું મિથ્યાત્વ સિદ્ધ થાય તો જ તે પ્રમાણુ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org