________________
૨૦૦
ક્ષણભંગવાદના ખંડનનો પ્રારંભ तदेवमुपपन्नेयं गृह्यतां क्षणभङ्गिता ।
त्यज्यतां दीर्घसंसारकारणं स्थिरताग्रहः ।। 89. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને પોતે કરેલાં કર્મોના ફળનું ભોકતાપણુ એ ક્ષણિકતામાં પણ કાર્યકારભાવને આધારે અમે કહ્યું છે. તેથી આ પ્રમાણે ઘટેલી ક્ષણભંગિતાને તમે ગ્રહ અને દીર્ઘ સંસારના કારણભૂત સ્થિરતાની પકડ છોડે.
90. ગત્રામિઘીતે નૈવ પ્રમાદ્રિયમથઃ |
भावानां क्षणभङ्गित्वमुपपादयितु क्षमम् ।। अर्थक्रियासमर्थत्वं सत्वं यत्तावदुच्यते । तदसत्कूटहेमादिव्यभिचारावधारणात् ॥ किन्त्वबाधितसबुद्धिगम्यता सत्त्वमिष्यते । सदसद्वयपदेशस्तु पुत्रादावौपचारिकः ।। एवं च बाधकाभावपर्येषणपरायणम् । न सत्त्वग्राहकं ज्ञानं स्वतः प्रामाण्यमर्हति ॥ सश्वे च संशयोऽप्यस्ति सकलप्राणिसाक्षिकः ।
उपलब्ध्यव्यवस्थात इत्येवं वर्णयिष्यते ।। 90. યાયિક – આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે તમે સ્વીકારેલ બે પ્રમાણે પણ ભાવ પદાર્થોની ક્ષણિક્તા ઘટાવવા શક્તિમાન નથી. અર્થાકિયા સામર્થ્ય જ સત્ત્વ છે એમ તમે જે કહ્યું છે તે ખોટું છે, કારણકે બનાવટી સોનું વગેરેની બાબતમાં વ્યભિચારનો આપણને નિશ્ચય છે જ. જેિમ સત સુર્વણ સુર્વણઝાન ઉત્પન્ન કરે છે તેમ અસત સુવર્ણ પણ સુવર્ણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. બંને એકસરખી જ અક્રિયા કરે છે. તો એક સત અને બીજુ અસત કેમ ? માટે જે અર્થક્રિયાસમર્થ છે તે સત્ છે એમ કહેવું યોગ્ય નથી ] પરંતુ અબાધિત સત બુદ્ધિને જે વિષય બને છે તે સત્ છે એમ અમે ઇચ્છીએ છીએ. પુત્ર આદિને] સત કે અસત કહી વર્ણવવા એ પુત્ર આદિની બાબતમાં ઔપચારિક છે. તમે જ્ઞાનનું સ્વતઃ પ્રામાણ્ય માને છે, પરંતુ] બાધકાભાવને શોધવામાં પણ એવું સર્વગ્રાહક જ્ઞ ન સ્વતઃ પ્રામાણ્યને લાયક નથી. સત્ત્વની બાબતમાં સંશય થાય છે – જે સંશયની બાબતમાં બધાં પ્રાણીઓ સાક્ષી છે– કારણકે સત અને અસત બન્નેની ઉપલબ્ધિ થતી હોવાથી આ સત જ છે કે “આ અસત્ જ છે' એવી વ્યવસ્થાને અભાવ છે એવું અમે વર્ણવીશું.
91. ગક્રિયાસમર્થર્વ વંદુત્તે સવમસ્તુ વા |
तदपि व्याप्तिशून्यत्वान्न हेतुर्गन्धवत्त्ववत् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org