________________
આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ શક્ય છે જુદા પ્રમાતાઓથી પ્રતિસંધાન વ્યાવૃત્ત નથી. અન્વય તો બાજુએ રહો, વ્યતિરેકમુખથી પણ આ અનુમાન કષ્ટરૂપ છે. જ્યાં એકકર્તા કવ (= એકપ્રમાતૃત્વ) નથી ત્યાં પ્રતિસંધાન નથી એવા વ્યતિરેકની અસિદ્ધિ છે, કારણ કે જેમ સન્તાન્તરમાં પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે તેમ સ્વસંતાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે છતાં પ્રતિસંધાન તે બૌદ્ધ દષ્ટિએ સંભવે છે. જે સ્વસન્તાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ હોય તે સ્વસત્તાન અને પરસંતાનના ભેદનું પ્રહણ નહિ થાય, જે સ્વસત્તાન અને પરસન્તાનના ભેદનું ગ્રહણ ન થાય તે સ્વસત્તાનમાં પ્રમાતૃભેદનું ગ્રહણ ન થાય અને પરિણામે પ્રમાતૃભેદના ગ્રહણના અભાવને કારણે ફરી પાછો આત્મા પ્રત્યક્ષ બની ગયે.
42. मैवम् , नात्मा प्रत्यक्षः । प्रमातृभेदो हि स्वसन्ताने न गृह्यते इत्युक्तं, न पुनस्तदैक्यं गृह्यते । अन्यच्च भेदाग्रहणम् , अन्यच्च तदैक्यग्रहणम् । भेदाग्रहणादेव च व्याप्तिसिद्धेर्न कष्टमनुमानम् ।
ननु च स्वसन्ताने प्रमातृभेदाग्रहणं किं प्रमातुरेकत्वादुत ज्ञानानां कार्यकारणभावादिति न निश्चीयते । ततश्च संदिग्धो व्यतिरेकः यथा ज्ञानानां कार्यकारणभावो नास्ति, यथा च न तत्कृतोऽयं व्यवहारस्तथाऽनन्तरमेव सविस्तरं वक्ष्यामः । तस्मादिच्छादिकार्येण युक्तमेकप्रमात्रनुमानम् ।
42 = યાયિક- એવું નથી. આત્મા પ્રત્યક્ષ નથી. પ્રમાતૃભેદ સ્વસન્તાનમાં ગૃહીત થતું નથી એમ અમે કહ્યું છે, એમ નથી કહ્યું કે તેનું ઐક્ય ગૃહીત થાય છે. બેદાગ્રહણ જુદી વસ્તુ છે અને તેના ઐક્યનું ગ્રહણ જુદી વસ્તુ છે. બેદાગ્રહથી જ વ્યાપ્તિ સિદ્ધ થતી હોવાથી અનુમાન કષ્ટરૂપ નથી.
શંકાકાર- વસન્તાનમાં પણ પ્રમાતૃભેદાગ્રહણ શું પ્રમાતાના એક હોવાના કારણે છે કે જ્ઞાનના કાય કારણભાવને કારણે છે એને નિચય થતું નથી. અને તેથી વ્યતિરેક સંદિગ્ધ બને છે.
૧ નૈયાયિક– જ્ઞાનને કાર્યકારણભાવ નથી અને જ્ઞાનના કાર્યકારણભાવને આધારે આ વ્યવહાર નથી, તે હવે પછી તરત જ સવિસ્તર અમે જણાવીશું. તેથી ઈછા વગેરે કાર્ય દ્વારા એક પ્રમાતાનું અનુમાન કરવું યોગ્ય છે. 43. ननु चाश्रितमिच्छाऽऽदि देह एव भविष्यति ।
भूतानामेव चैतन्यमिति प्राह बृहस्पतिः ॥ उक्तं च मदशक्तिवद्विज्ञानमिति । उच्यते-शरीरं तावन्नेच्छाऽऽदेराश्रयः, शैशवयौवनवार्धकादिदशाभेदेन भिन्नत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org