________________
આત્માનુમાનપ્રકાર
વગેરે હોવાની સંભાવના ઊભી થાય છે ત્યારે પૂર્વાનુભૂત અર્થની સુખસાધનતાના અનુસંધાનની સહાયતાની અપેક્ષા રાખતી વર્તમાન તેવા અર્થની ઈછાની ઉત્પત્તિની પર્યાલોચના દ્વારા તે કાર્યો ( = વતમાન પદાર્થનું દર્શન, પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ, પ્રર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ વગેરે કાર્યો) એકકતૃક છે એવું જ્ઞાન થાય છે, પરિણામે શરીર, વગેરેનો તેમના અધિષ્ઠાન તરીકે પ્રતિષેધ થાય છે, તેમ થવાથી તે હેત જ કેવળવ્યતિરેકી બની જઈ વિશિષ્ટ આશ્રયનું અનુમાન કરાવે છે. ઈચ્છાને આશ્રય શરીર આદિથી વિલક્ષણ છે, કારણ કે શરીર આદિમાં બાધક ઘટે છે અને સાથે સાથે શરીર આદિ કાય છે. અહીં સાધમ્મદટાંત સંભવતું નથી એટલે વૈધર્માદષ્ટાંત દર્શાવવામાં આવે છે. તે વૈધમ્ય દષ્ટાંત ઘટ જ છે. નિર્વિશેષણકાર્યત્વ હેતુમાં જે સાધમ્મદષ્ટાંત ઘટ હતો તે જ સવિશેષણકાર્યવહેતુમાં વૈધમ્મદષ્ટાંત બને છે. “જ્યાં વિલક્ષણ આશ્રય સાધ્ય નથી ત્યાં સવિશેષણકાર્યવહેતું નથી, જેમકે ઘટ વગેરેમાં’ એમ કહેવું અશક્ય નથી. ત્યાં કાર્યરત્વમાત્રને યોગ હોવા છતાં પણ સવિશેષણ કાર્યને અભાવ હોવાથી વિલક્ષણ આશ્રયને પણ ત્યાં અભાવ છે, કારણ કે ભૂતલાશ્રિત રૂપે ઘટ પ્રત્યક્ષ ઉપલબ્ધ થાય છે.
29. ननु चान्वयदर्शनमन्तरेण केवलव्यतिरेकः प्रतीयमानः संदिग्धो भवतिकिं तत्साध्याभावकृतैव तस्य तस्माद्वयावृत्तिरुत निमित्तान्तरकृता ? इति । संदिग्धव्यतिरेकस्य हेतोरगमकत्वं निश्चितव्यभिचारहेतुवदिति तार्किकाः ।
उच्यते । स्यादेतदेवं यदि प्रथममनवगतान्वय एव केवलव्यतिरेकशरणो हेतुः प्रयुज्येत । यत्र त्वन्वयव्यतिरेकवानेव हेतु: कंचन विशेषमाश्रित्य केवलयतिरेकितामवलम्बते, तत्र न सन्दिग्धव्यतिरेकिताऽवकाशं लभते । घटो हि भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यते । तदस्य विलक्षणाश्रयविरहादेव सविशेषणहेतुशून्यता जाता, निर्विशेषणावस्थायां तद्योगदर्शनादिति न संदिग्धो व्यतिरेकः ।
29. કા–અન્વયદર્શન વિના કેવળ વ્યતિરેક પ્રતીત થતો હોય તો તે વ્યતિરેક સંદિગ્ધ બને છે, “શું સાથાભાવને કારણે જ તેની (સાધ્યની) તેમાંથી વ્યાવૃત્તિ હશે કે પછી બીજા કોઈ નિમિત્તને કારણે ?' એવી સંદિધતા ત્યાં રહે છે. નિશ્ચિત વ્યભિચાહતની જેમ સંદિગ્ધ વ્યતિરેક હેતુ સાધ્યને ગમક નથી એમ તાર્દિકે કહે છે.
નૌયાયિકો- આનો ઉત્તર અમે આપીએ છીએ. જો પહેલાં જેની બાબતમાં અન્વય જાણ્યો નથી જ એવા, (અર્થાત) કેવલ વ્યતિરેક જ જેનું શરણું છે એવા હેતુને પ્રયોગ કરવામાં આવે તે આવું બને. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેકવાળો હેતુ કેઈક વિશેષને આશ્રીને કેવળવ્યતિરેકીપણુનું અવલંબન કરતો હોય ત્યાં એ હેતુમાં સંદિગ્ધ વ્યતિરેકીપણાને અવકાશ નથી. ભૂતલના આશ્રિતરૂપે ઘટ પ્રત્યક્ષ દેખાય છે. તેથી એના વિલક્ષણ આશ્રયના અભાવને કારણે જ સવિશેષણ હેતુને અભાવ થયો છે, કારણ કે હેતુની (કાર્ય ઘટની ) નિવિશેષણ અવસ્થામાં ધટનું ભૂતલાશ્રિતત્વ દેખાય છે; એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org