________________
અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ પણ નથી એનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃિત્તિ છે. ] તેથી અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ એ નિયમનું ફળ છે એમ કહેવું છે તે વાતવ્યાધાત છે. જે તમે કહેશે કે તે પછી એ પ્રતિષેધ નિયમન નહિ પણ] પરિસંખ્યાનું ફળ છે તે અમે જણાવીશું કે ના, તે અપશબ્દોને પ્રતિષેધ પરિસંખ્યા પણ નથી કારણ કે શબ્દ અને અપશબ્દ બન્નેની યુગપત્ પ્રાપ્તિ નથી. પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં અથ યુગપત પ્રાપ્ત હોય ત્યારે [ જે વિધિ હોય તેને] પરિસંખ્યા વિધિ કહે છે.
[ જેને વિષય અપ્રાપ્ત—અન્ય પ્રમાણુથી અજ્ઞાત–અર્થ છે તે વિધિ છે, એવું વિધિનું સામાન્ય લક્ષણ છે. અપૂવવિધિ, નિયમવિધિ અને પરિસંખ્યાવિવિ એમ ત્રણ ભેદ વિધિના છે. બિલકુલ અપ્રાપ્ત અર્થને પ્રાપક વિધિ અપૂવવિધિ કહેવાય છે. ઉદાહરણથ, દશપૂર્ણભાસ પ્રકરણમાં આવતો “ગ્રીહીન ક્ષતિ” એ વિધિ. આ વિધિના અભાવમાં દર્શપૂર્ણમાસના
હિનું પ્રક્ષણ કોઈ પણ રીતે કોઈ પણ પ્રમાણથી પ્રાપ્ત થઈ શતું નથી, જ્યારે એ વિધિ હતાં અવશ્ય પ્રાપ્ત થાય છે.
પક્ષમાં પ્રાપ્ત અર્થને સર્વત્ર (બધા પક્ષમાં) નિયમ કરનાર વિધિને નિયમવિધિ કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ કે, વિક૯પથી પ્રાપ્ત અર્થો પૈકી બીજને નિવૃત્ત કરી અમુક એક અથને જ બધે પ્રાપ્ત કરાવનાર જે વિધિ તે નિયમવિધિ. આને બીજી રીતે સમજાવીએ. અનેક સાધનો પૈકી કોઈ પણ એક સાધનથી સાથે થઈ શકે એવી ક્રિયામાં,
જ્યાં અમક સાધન પ્રાપ્ત હોય ત્યાં અન્ય અમુક સાધન અપ્રાપ્ત હોય એ સ્વાભાવિક જ છે, તે ત્યાં પણ તે અપ્રાપ્ત સાધનને જ પ્રાપ્ત કરાવનાર જે વિધિ તેને નિયમવિધિ સમજો. આને ઉદાહરણ દ્વારા સમજીએ. દર્શપણુંમાસમાં “ત્રીદીનવરિત' (=ડાંગરને છાવી) એ વિધિ નિયમવિધિ છે. ઉપત્તિવાકયથી અવગત જે પુરેડાશ છે તે પુરેડાશને બનાવવા માટે જરૂરી તેડુંલ ( = ચોખા ) તૈયાર કરવામાં ડાંગર ઉપરથી ફોતરાં કાઢવાં (= વૈદુષ્ય) જરૂરી છે. ફતરાં કાઢ્યાં વિના ચેખા તૈયાર થાય નહિ, એટલે અર્થાપત્તપ્રમાણુથી કોઈ પણ રીતે ફોતરાં કાઢવાનું પ્રાપ્ત થાય છે. હવે આ ફેતરાં નખથી ફેલીને પણ કઢાય અને ૬ ઢાય જે ત્રીદીનવદત્તિ' એ વિધિ ન હોય તે અવહનનથી ડુંગરનાં તિરાં કાઢવાનું થતું હેય ત્યાં તે અવહનન પ્રાપ્ત છે અને બીજે અર્થાત જ્યાં નખવિદલન આદિથી ડાંગરનાં ફોતરાં કાઢવાનું થતું હોય ત્યાં અવહનન અપ્રાપ્ત છે. પરંતુ આ વિધિ હતાં જ્યાં તે અપ્રાપ્ત છે ત્યાં પણ તે પ્રાપ્ત થાય છે, અર્થાત્ સર્વત્ર પ્રાપ્ત થાય છે. જ્યાં અવહનન સિવાય બીજાં સાધનોથી ડાંગરનાં ફેતરાં કાઢવામાં આવતાં હોય અર્થાત્ જ્યાં અવહનન અપ્રાપ્ય હોય ત્યાં પણ અવહનનથી ફોતરાં કાઢવાનું વિધાન કરનાર વિધિ નિયમવિધિ છે. આમ નિયમવિધિનું ફળ પ્રતિષેધ નથી પણ વિધિ છે.
પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં સમાનપણે પ્રાપ્ત અને બેમાંથી એકથી નિવૃત્ત કરે તે વિધિ પરિસંખ્યા વિધિ છે. આનું ઉદાહરણ છે “રનuT: માઃ ' (= “પાંચ નખો ધરાવતા પાંચ પ્રાણીઓ ભર્યા છે. આ પાંચ પ્રાણીઓ છે-શરાક, શલકી, ગોધા, ખડગી અને કૂમ"). જે આ વિધિ ન હોય તે પંચ પંચનખ અને પંચતર પંચનખ બને ભક્ષ્ય બને.. પરંતુ આ વિધિ હતાં પંચતર પંચનખની નિવૃત્તિ થાય છે. પંચ પંચનખનું ભક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org