________________
( ૩ )
યુદ્ધ કરવાની રમતો તમારે ધ્યાન આપીને શીખવી જોઈયે. યુવરાજ ? તે સાથે થોડુંક ભણતાં ગણતાં પણ હવે તમારે શીખવું જોઈએ. પુરૂષે તો કલમ, કડછી ને બરછી એ ત્રણે કળામાં પ્રવીણ થવું જોઈએ.”
એટલે એ કઈ ત્રણ કળા ! કાકાજી?” - “કલમ એટલે ભણવા ગણવાની કળા, પુરૂષે લખતાં વાંચતાં અવશ્ય શીખવું. તેમાં વળી તમારે તે ખાસ શાસ્ત્રને અભ્યાસ હવે કરવો જોઈએ. જેને રાજા થવું હોય એ જે કેળવાયેલ ન હોય તો એના રાજવહીવટમાં ઘણી ખામીઓ આવે છે. ભણવાથી બુદ્ધિ ખીલે છે. રાજા પ્રજા ઉભયનું હીત સમજી શકાય છે. ખામીઓ સુધારી શકાય છે. રાજ્ય અને પ્રજાની ઉન્નતિ કરવામાં શાસ્ત્ર ઘણું જ સહાયકારક બને છે. કડછી એટલે પુરૂષે રાધણ કળામાં પણ હોંશીયાર થવું આવશ્યક છે.”
પુરૂષે રાંધવું ? રાંધવું એ તે સ્ત્રીઓનું કામ છે.” બાલકે એમ કહીને મેં મચકોડયું અને હસ્યો. “તમે આવી નિર્માલ્ય વાત શું કરે છે? કાંઈ શૂરવીરતાની વાત કરે તે ગમ્મત પડે?”
એ પણ ખરૂં! બરછી એટલે તલવાર, ભાલે, તીર, વગેરે ફેંકતા પણ આવડવું જોઈએ. એ યુદ્ધ કળા તમને શીખવવામાં આવે છે, જેમ જેમ મોટા થશે એમ તમે એ યુદ્ધમાં પારંગત થશે. તમે નિર્ભય થઈ જશે. તમે બાળક છે તેથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com