________________
( ૨ )
રાથી રમણીય થયેલા આ રમણીય પ્રદેશ ઘેાડેસ્વારાને આનંદ જનક હતો. અશ્વો પણ જાણે સુખશીલીયા થયા હાય એમ શીતલ વાયુની લહેરો અનુભવતા મંદમંદ ગતિએ ચાલતા હતા. અને અશ્વો એક સરખા દેખાતા હતા. એક અશ્વ ઉપર પ્રઢ વયના પુરૂષ બેઠેલા હતા, જ્યારે ખીજા અવ ઉપર સાત વર્ષના ખાલક હતા. સાત વર્ષની નાની ઉમર છતાં એની ચાલાકી અદ્ભૂત હતી. એ ખાલ્ય તેજના પ્રભાવ અપૂર્વ હતા, એનામાં માણ્યેાચિત તેાાન, મસ્તી, હુકમ કરવાની ટેવ આદિ અંકુરાએ અત્યારથી પ્રગટ થયેલા પ્રત્યક્ષ દેખાતા હતા. એ ત્રાઢ માણસ સાથે ખાળક અનેક પ્રકારની વાતા કરતાં નવુ નવું પૂછતા હતા.
“ આ અવંતી પણ અમારા નગર જેવુ છે. કેવું સુંદર શહેર છે ? ” એ ખાળકે આનંદ ભર્યા ઉદ્ગાર કાઢયા.
“ હા” યુવરાજ ! શા માટે આ શહેર સુંદર ન હાય ! આ શહેર માળવ દેશનુ તિલક ગણાય છે. ને એની રાજ્યધાની પણ આ અવંતીજ ! લક્ષ્મી અને માળવાની સુંદરતાનૢ આ શહેર મુખ્ય સ્થળ છે. ” એ પ્રોઢ પુરૂષે કહ્યું.
,,
“ખાપાજીએ મને અહીંયા મેાકયેા એ ડીકજ કર્યું છે, આવેા આનંદ મને ત્યાં કે ખીજે કયાંય પડત નહીં, મને રાજ અહીંયા ફરવા આવવાનુ બહુ ગમે છે. અશ્વ દોડાવવા, તલવાર ફેરવવી, તીર ફૂંકવાં, દાડવું, કુસ્તી કરવી વગેરે રમતામાં પણ રસ પડે છે.” બાળકે કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com