________________
[૧૨]
શ્રી કÉરવિજયજી તે સમજે છે, મુગ્ધજનો તેના ઊંડા ગંભીર આશયને સમજતા નથી, તેથી તે બાપડાઓ જેમ આવે તેમ નિજ મતિથી ગાડું ગબડાવ્યા કરે છે. સુજ્ઞજને તેમ કરતા નથી. તેઓ સમજે કે નાવમાં નાનકડું પણ ગાબડું પડયું હોય તે તેથી બહુ અનર્થ ઉપજે છે તેમ આપણું જીવનનકા માટે સમજી લેવાનું છે. વડનાં બીજની પેઠે વવાયેલાં વૈરવિરાધનાં બીજ ભારે–મોટું રૂપ પકડીને વિસ્તરે છે, પછી તેને કેમે અંત આવતો નથી, એથી જ વૈર-વિધનાં બીજ બાળી નાખવાની કહો કે પાણી પહેલાં પાળ બાંધી રાખવાની ખાસ જરૂર છે. ભવભવનાં દુઃખ સમાવવા માટે એના જેવો બીજો રસ્તો નથી.
શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે-ખમિરવં ખમાવિઅવં” અર્થાત્ ખમવું ને ખમાવવું (બીજાના દોષની માફી આપવી અને આપણા દેષ-અપરાધની માફી માગવી ) એ જિન શાસનને ખર સાર છે. “ ઉવસમિઅશ્વ, ઉવસમાવિઅવં” જાતે તરવું–શાન્ત થવું અને બીજાને ઠારવા–શાન્ત કરવા. જે ખમે–ખમાવે, કરે અને ઠારે છે તે આરાધક-આજ્ઞાપાલક બને છે; પણ જે ખમતા-ખમાવતા ને ઠરતા–ઠારતા નથી તે તે વિરાધક–વીતરાગની આજ્ઞાના લેપક બને છે. વિનયમૂળજિનધર્મ હેવાથી પ્રથમ નાના મોટાને ખમાવવા જોઈએ, પણ કમનસીબે નાને હઠીલો બની પ્રથમ ખમાવે નહિ તે મોટાએ માન મૂકી તેને જ ખમાવે, જેથી શરમાઈ જઈને તે પણ પ્રાયઃ ખમાવ્યા વગર રહેશે નહિ. નજીક આવતા પર્યુષણ પર્વમાં આવી સદબુદ્ધિ સહુને સૂઝે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃષ્ઠ ૧૭૨ ]