________________
[ રરર ]
શ્રી કર્ખરવિજયજી રાગાદિક વિકારનો જય કરવાની જરૂર. સસક અને ભસક નામના સાધુઓની બહેન સુકુમાલિકા સાધ્વીના થયેલા અનિષ્ટ હાલ સાંભળીને મોક્ષાથી સાધુએ મરણાંત સુધી રાગાદિક વિકારને વશ થવું નહીં. એકદા સસક અને ભસક નામના બંને ભાઈઓએ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. તેઓ અનુક્રમે જ્ઞાની-ગીતાર્થ થયા. તેમણે સુકુમાલિકા નામની પિતાની બહેનને પ્રતિબધી દીક્ષા આપી, પરંતુ તે સાધ્વી અત્યન્ત રૂપવંત હોવાથી કામાન્ય જને તેની પેઠે લાગતા હતા. તે વાત જાણ સાધ્વીજીએ બહાર જવું આવવું બંધ કર્યું તે પણ ઉપાશ્રયના મુખદ્વાર આગળ, સાધ્વીજીનું રૂપ નિહાળવા કામીજને આવીને ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી આચાર્ય મહારાજની અનુમતિ મેળવી બંને સાધુ ભાઈઓ સુકુમાલિકાના શીલની રક્ષાથે ચોકી કરવા લાગ્યા. આવી વિટંબના થતી જાણી એ સાધ્વીજીએ પિતે અનસન કર્યું–આહાર ત્યાગપૂર્વક શરીર વસરાવ્યું. અનુક્રમે સાધ્વીજીને મૂચ્છિત અવસ્થામાં મુએલી સમજી, બંને સાધુઓ તેનું ઉચિત ( પરિષ્ઠાપનાદિ) કરી સ્વસ્થાનકે ગયા. સાધ્વી તો શીતળ પવનના વેગે સ્વસ્થ-સચેત થઈ. તેવામાં ત્યાં આવી ચઢેલા કેઈ સાર્થવાહ તેવી અવસ્થામાં તેને સહાય કરવાથી તે તેના સાથમાં રહેવા લાગી. અનુક્રમે તે ગૃહસ્થની સાથે રાગ બંધાયાથી તે સાધ્વી ચારિત્ર ચકી, સાર્થવાહની ગૃહિણું થઈને રહી. એકદા તેના બંને સાધુ-ભાઈઓ તેને આંગણે આહારપાણને અર્થે આવ્યા. તેને શંકા પડવાથી તેની હકીકત પૂછતાં સાચી વાત જણાઈ આવી, તેથી તેમણે સાર્થવાહને સમજાવી સુકુમાલિકાને ફરી દીક્ષા દીધી માટે રાગાદિક વિકારનું દુર્ભયપણું સમજી, સાધુ
જરે આવીને બહાર ન આવે ૧ રક્ષા મેળવી અને લાગ્યા. આ