________________
[ ૨૮૨ ]
શ્રી રવિજયજી દુષ્ટ પ્રમાદથી વિરમી, શુદ્ધ ચારિત્રમાર્ગ–સંયમમાં જોડાવું અને ઉત્તરોત્તર આત્માની વિશુદ્ધિમાં આગળ વધવું.
૩. જ્ઞાન ધ્યાન અને તપના બળવડે નિજ આત્માનું નિરંતર રક્ષણ કરવું. તેમાં પ્રમાદ કરવાથી શીલરત્ન (સંયમ) નષ્ટ થાય છે.
૪. ઉત્તમ શીલરૂપી સંયમ ચૂકવાથી મેહ અને અજ્ઞાનવશ જીવ ભારે અધોગતિ પામે છે. ખરા જ્ઞાની જ તેથી ઉગરી શકે છે.
૫. જ્ઞાન શબ્દ તે ઘણા પોકારે છે, પરંતુ તે સત્ય જ્ઞાન ઓળખવું અને તે પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે તે અતિ મુશ્કેલ છે. હળુકમી જીવ જ સત્ય જ્ઞાન મેળવી શકે છે.
[ જે. ધ. પ. પુ. ૪, પૃ. ૭૯ ] વિષય-કષાય વિથાદિકને ત્યાગ કરે. ૧. મદ (માદક પદાર્થથી થતે ), વિષય (આસક્તિ),. કષાય-ક્રોધાદિ, નિદ્રા, આળસ અને વિકથાદિ-કુથલી કરવાની ટેવ એ પાંચ પ્રકારના પ્રમાદ જીવને સંસારચક્રમાં ભમાડી રઝળાવે છે, તેથી સુજ્ઞજનોએ જેમ બને તેમ ચીવટથી તેને તજવા જોઈએ.
૨. વિષય કષાયાદિકથી પીડાતા પ્રાણીઓને જરાપણ સુખશાંતિ થતી નથી. તેને ત્યાગ કરવાથી પૂર્વે નહિં અનુભવેલું એવું અદભુત સુખ પ્રાપ્ત થઈ શકે છે.
૩. વિષયકષાયાદિક રોગો વડે પીડાતા પ્રાણુઓની ચિકિત્સા એકાન્ત હિતકારી જિનેશ્વર પ્રભુની પવિત્ર વાણીવડે કરવી જોઈએ જેથી જીવને પરમ શાન્તિ પ્રાપ્ત થાય છે.
૪ વિષય કષાયરૂપી વિષથી મૂછિત થયેલા જીવોનું