________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
આંબા, આંબલી, દાડમ ને દ્રાક્ષ જેવા ઉત્તમ વૃક્ષેા ફળસપત્તિ સમયે વિશેષ વિશેષ નમી લળી પડે છે; પરન્તુ એરડા અને તાડ જેવા હલકા વૃક્ષેા તે! અક્કડ જ રહે છે, લેશમાત્ર નમતા નથી. તેવી રીતે શીલ-સતાષાદિક ઉત્તમ ગુણેાથી અલંકૃત થયેલા સજ્જના સદાય સાદાઇ ધારે છે– નમ્રતા રાખે છે અને અને તેટલેા પાપકાર સાથે છે ત્યારે તૃષ્ણા, કુશીલતા અને અહંકારાદિક દુર્ગુણાવર્ડ વાસિત થયેલા હલકા લેાકેા સદાય અક્કડ રહે છે–સજ્જને અને સ્વજના સાથે પણ કલેશ કરે છે. તેમ જ અધિકાર મળતાં અન કરે છે. કહ્યું છે કે
नमन्ति सफला वृक्षाः, नमन्ति सजना जनाः । मूर्खश्च शुष्ककाष्ठं च न नमन्ति कदाचन ॥
આંબાદિક ઉત્તમ વૃક્ષેા ફળદિય સમયે ખૂબ નમી પડે છે, તેમ સદ્ગુણ-સંપત્તિ પામતા ઉત્તમ જના પણ અત્યંત નમ્રતા, સભ્યતા, મૃદુતા ધારણ કરે છે. તથાવિધ ગુણુહીન મૂર્ખ જના અને શુષ્ક કાષ્ઠ કદાપિ નમ્રતા ધારણ કરતા નથી.
સાર——સૂકા લાકડા જેવા તદ્દન અક્કડમાજ અજ્ઞાની જીવા ગમે તેવા ગુણુશાલી સજ્જનાને પણ કદાપિ નમતા નથી, જ્યારે ફળથી લળી પડતાં ઉત્તમ વૃક્ષેાની જેવા સદ્ગુણશાલી સજ્જને તે સર્વદા નમ્રતા જ ધારણ કરતાં જ રહે છે. તેમ જ પરદુ:ખભંજન મની નિજ જન્મ સફ્ળ કરે છે. જગજાહેર હકીકત પણ છે કે—પરોપારાય સતાં વિસ્તૃતયઃ । [ રે. . પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૧]