________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૮૫ ] - વિશ્વવંધનાં લક્ષણ वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचम् । कारणं परोपकरणं, केषां सेषां न ते वन्द्याः ॥
જેમનું મુખારવિન્દ સદાય સુપ્રસન્ન-આનંદિત રહ્યા કરે છે, જેમનું હૃદય દયા-અનુકંપાથી રસભીનું રહ્યા કરે છે, જેમની વાણી અમૃતસમી મીઠી, મધુર, પ્રિય ને હિતકારી હોય છે અને જેમની કાયા પરોપકાર કરવા સદાય તત્પર રહે છે એવા ઉત્તમ પવિત્ર આત્માઓ કેને વંદનિક ન હોય? અર્થાત ઉપરોક્ત લક્ષણવાળા ઉત્તમ આત્માઓ સહુકોઈને વંદનિક–પૂજનિક થાય જ, એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. આત્માની ખરી ઉન્નતિ ઈચ્છનાર સજ્જનેએ એવા ઉત્તમ લક્ષણવંત મહાત્માઓના ગુણેની અનુમોદના-પ્રશંસા કરવી અને બને તેટલું તેવા ઉત્તમ ગુણેનું અનુકરણ કરવું; પરન્તુ ભૂલેચૂકે તેવા ઉત્તમ ગુણગુણીની ઈર્ષ્યા, અદેખાઈ કે નિંદા-હીલના તો ન જ કરવી. તેથી એવા ઉત્તમ જનેને કશી હાનિ થતી નથી, પરંતુ તેમની નિંદાદિક કરનારા તો જરૂર હાનિ પામે છે અને ભવાંતરમાં અર્ધગતિ પામે છે. તેમના ગુણની પ્રશંસા કરવાથી પિતાનામાં તેવી ઉત્તમ ગ્યતા આવે છે અને ભવાંતરમાં ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. આ લક્ષમાં રાખવા ગ્ય સાદો હિતોપદેશ છે. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર,
નમે તે પ્રભુને ગમે.
નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ, એરંડ બિચારે શું નમે ? જેની ઓછી શાખ,