Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 318
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૨૯૭ ] વિગેરે ખરાં ભૂષણે નથી; પણ હાથનુ ભૂષણ દાન છે, કંઠનુ ભૂષણ સત્ય છે અને કાનનુ ભૂષણ હિતવચન સાંભળવા તે છે. ૧૬. પરધન પત્થર સમ ગણી, પરસ્ત્રી માત સમાન ગણે અને સહુ જીવાને આત્મ સમાન ગણુા. આ શિક્ષાચનાને એક ક્ષણ પણ ભૂલી જાઓ નહિ. ૧૭. માણુસનાં ખૂન કરતાં સત્યનું ખૂન ઓછુ ભયંકર નથી. એક વાર અસત્ય ખેલવાથી પ્રમાણિકપણુ ચાલ્યું જાય છે. ૧૮. કરકસર ( ખીજા ) ભાઈની ગરજ સારે છે; પણ તે કૃપણુતામાં ન ભળવી જોઇએ. કૃપણુતા એ એક મોટુ કલંક છે. ૧૯. સ્વતંત્ર બનવામાં જેટલી કેાશીશ કરવામાં આવે તેટલી જ સ્વચ્છંદી ન બનવામાં પણ કરવી જોઇએ. ૨૦. નિરભિમાની થવું પણ તેમાં સ્વમાનભંગ ન થવા જોઇએ, કેમકે સ્વમાનની લાગણી માણસને ઉચ્ચ કાર્ય માં પ્રેરે છે. ૨૧. તમે બીજાને ન ઠંગેા પણ ખીજાએ તમને ન ઠગી જાય તેની સાવચેતી પણુ રાખેા. વિશ્વાસના આ જમાના નથી. ૨૨. શરીર સારું રાખવુ જ હાય તા ‘ જીણું લેાજનમ’ પ્રકૃતિને અનુકૂળ લેાજન પણ પ્રથમનુ પચ્યા પછી કરવું. ૨૩. સર્વ પ્રાણીવર્ગને સ્વાત્મા સમાન સમજતાં શિખા. ૨૪. ગૃહવ્યવહાર સારા ચલાવવા ઇચ્છતા હૈા તા ગૃહિણી ( ઘરની સ્ત્રી ) સાથે મૃદુતાથી-ઉચિત નરમાશથી કામ લેતાં શિખા, ૨૫. આલસ્ય–પ્રમાદ જ માટે દુશ્મન છે. વિવેકભર્યો ઉદ્યમથી દુષ્કર કાર્ય પણ સાધી સાષ મેળવી શકાય છે. અનુભવથી આ વાતની ખાત્રી જરૂર થશે. [ જૈ. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૩૯૭ ]

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326