________________
લેખ સંગ્રહ : ૭ .
[ ૨૯ ] પાપ-આરંભથી ઉત્પન્ન થાય છે, એમ સમજીને-માનીને એ આરંભે અહિતકર છે એમ સમજે–માને. કર્મથી આ બધી સુખ-દુઃખાત્મક સ્થિતિ-ઉપાધિ પેદા થાય છે. નિષ્કર્મ માણસને સંસાર-ભ્રમણ નથી, માટે કર્મનું સ્વરૂપ તથા કર્મમૂલક હિંસાનું સ્વરૂપ સમજીને સર્વ પ્રકારે સંયમ સ્વીકારી રાગ અને છેષથી દૂર રહે. બુદ્ધિમાન પુરુષ લેકનું સ્વરૂપ સમજીને, કંચન-કામિની પ્રત્યેની તૃષ્ણને ત્યાગ કરીને તથા બીજુ બધું છોડી દઈને સંયમ-ધર્મમાં પરાક્રમી થાય છે.
૭. કેટલાક (અજ્ઞ) લોકો આગળ અને પાછળનો વિચાર ધ્યાનમાં લેતા નથી. મનુષ્ય શુદ્ધ આચારવાળા થઈ, કર્મને નાશ કરવા-મેક્ષ મેળવવા તત્પર થવું.
૮. હે ધીર પુરુષ ! તું સંસાર-વૃક્ષનાં મૂળ (કષાય) અને પાંખડાં (ને-કષાય પ્રમુખ) બંનેને તેડી નાંખ અને તેનું સ્વરૂપ બરાબર સમજી, આત્મદશી થા. સમ્યગદશી મુનિ પરમ માર્ગ જાણ્યા બાદ નવા પાપ નથી કરતા અને પૂર્વના પાપને નાશ કરે છે.
૯. મૂખે મનુષ્ય જ અન્ય પ્રાણુઓને હણી ખુશી થાય છે તથા હસે છે; પણ તે મૂર્ખ હાથે કરીને વેર વધારે છે તે જાણતા નથી. મહામુશીબતે મળેલા મનુષ્ય જન્મને પામીને કઈ પણ પ્રાણીના પ્રાણની હિંસા ન કરવી એમ પ્રભુ કહે છે. કઈ જીવને કઈ રીતે તારાથી ભય ન થાય તે રીતે તારે વર્તવું જોઈએ. જે લોકના સ્વરૂપને યથાર્થ સમજે છે તે જ સા મુનિ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૩૦૮ ]