________________
[ ર૯૨ ]
શ્રી કરવિજયજી ઉપદેશ સાર, ૧. પુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તે આ જગતમાં વરસાદ કેના માટે વરસશે? સૂર્ય કોના માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે?
૨. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે જ્યાં સુધી તે શરીરમાં હેય, ભલેને હજારે વરસ, પણ ત્યાંસુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મ–ચૈતન્ય ચાલ્યું જાય એટલે શરીર શબ થઈ પડે અને (જોતજોતામાં) સડવા-ગંધાવા માંડે.
૩. જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ થયા પછી તેમાંથી (ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તે અબાધા કાળ (અંતરકાળ) પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુષ્ય, પાપ અને આયુષ્ય એ કે બીજાને ન આપી શકાય. તે દરેક પોતે જ ભોગવે.
૪. સ્વચ્છેદ-સ્વમતિકલ્પનાએ–સદ્દગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ આપ-વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.
પ. દેહધારી આત્મા પંખી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડ નીચે જીવનરૂપી પંખી વટેમાર્ગુ થાક લેવા બેઠે છે, તે પંખી ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે?
૬. સુંદરવિલાસ સુંદર–સારો ગ્રંથ છે, તેમાં કયાં ઊણપભૂલ છે તે અમે જાણીએ છીએ. તે ઊણપ બીજાને સમજાવવી મુશ્કેલ છે. ઉપદેશ અથે એ ગ્રંથ ઉપકારી છે.
૭. છ દર્શન ઉપર દષ્ટાંતઃ-છ જુદા જુદા વેદની દુકાન છે. તેમાં એક વૈદ સંપૂર્ણ સાચે છે. તે તમામ રોગને, તેનાં