Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 312
________________ લેખ સંગ્રહ : ૭ : [ ર૧ ] ૨૦. પરમ આહ્લાદયુક્ત તથા સર્વથા રાગ દ્વેષ રહિત એવા પરમપૂજ્ય અત્ તત્ત્વને જે જ્ઞાની પુરુષા આપણા દેહમાં દેખે-જાણુ-અનુભવે છે તેને જ ખરા પંડિત સમજવા. ૨૧-૨૨. એ જ પ્રકારે સર્વ આકાર-સસ્થાનાદિ રહિત, શુદ્ધ, સ્વસ્વરૂપે સદા વિરાજિત, રાગાદિક સર્વે વિકારરહિત અને અનંત જ્ઞાન–દનાદિ અષ્ટ ગુણાપેત એવા નિર ંજન સિદ્ધસ્વરૂપને જે ધ્યાવે અર્થાત્ સિદ્ધ પરમેષ્ઠીને પામવા ત્રણે લેાક અને ત્રિકાળવતી સમસ્ત પદ્માસાને એક સાથે પ્રકાશ કરવાવાળા કેવળજ્ઞાનાદિક ગુણ્ણાની પ્રાપ્તિ માટે જે યાગી મહાશય પેાતાના આત્માને પણ પરમ આનંદના કારણરૂપ સમજીને સેવે–આરાધે છે તે જ ખરા પડિત છે. ૨૩-૨૪. જેમ સુવર્ણ પાષાણુ મધ્યે સુવર્ણ ગુપ્ત રીતે રહેવુ હાય છે, જેમ દૂધ મધ્યે ઘી અને તલ મધ્યે તેલ રહેલ હાય છે તેમ દેહ મધ્યે આત્મા ગુપ્ત રીતે રહેલ છે. વળી જેમ કાષ્ઠ મધ્યે અગ્નિ શક્તિ-સત્તારૂપે રહે છે તેમ દેહ મધ્યે આ આત્માને શક્તિ-સત્તારૂપે રહેલા દેખે-જાણે-અનુભવે છે તે જ ખરેખર પડિત લેખાય છે. ૨૫. વાસ્તવિક ખરા પંડિત હિંસાદિક અત્રતા તજી દઈ અહિંસા, સત્યાદિક વ્રતામાં અત્યંત આદર કરે અને અનુક્રમે આત્માના પરમપદ( પરમાત્મપદ )ને પામી તે વ્રતાને પણ તજે. એટલે તે વ્રતાને પાળવાની પછી તેને જરૂર ન રહે. [ જૈ. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૪૫ ]

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326