________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૯ ] અનુભવે છે તે ખરો પંડિત છે. પરમાનંદના કારણરૂપ નિજ આત્માને તે સેવે-આરાધે છે.
૭. જેમ કમળના પત્રથી જળ સદા ન્યારું જ રહે છે તેમ આ આમા સ્વભાવે જ દેહ વિષે સદા રાગ-દ્વેષ-મમતાદિક વિકારોથી અલિપ્તપણે રહે છે.
૮. નિશ્ચયે કરી આત્માનું સ્વરૂપ જ્ઞાનાવરણીય પ્રમુખ દ્રવ્ય કર્મ—મળથી મુક્ત, રાગ-દ્વેષાદિક ભાવકર્મથી રહિત અને દારિક–ક્રિય પ્રમુખ શરીરરૂપ કર્મથી રહિત જાણવું.
૯ આનંદરૂપ પરમાત્મસ્વરૂપ નિજ દેહમાં વિદ્યમાન છતાં ધ્યાનના અભ્યાસ વગરના જીવે, જેમ જાતિઅંધે સૂર્યને દેખી શકતા નથી તેમ તેને દેખી–અનુભવી શકતા નથી.
૧૦. મુમુક્ષુ જનેએ એનું ધ્યાન-ચિન્તવન કરવું જોઈએ કે જે વડે ચંચળ મન સ્થિર થઈ, પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જાય અને શુદ્ધ ચૈતન્ય ચમત્કાર લક્ષણ પરમાત્મસ્વરૂપની ઝાંખી થવા પામે. વૈરાગ્ય અને અભ્યાસના બળથી તેને સાક્ષાત્કાર થવા પામે છે.
૧૧. ધ્યાનના અભ્યાસી એવા ઉત્તમ મુમુક્ષુઓ નિશ્ચયે સર્વ દુઃખોથી મુક્ત થઈ, શીધ્ર પરમાત્મસ્વરૂપને સાક્ષાત્, પ્રાપ્ત કરી, ક્ષણમાત્રમાં સર્વ કર્મનો ક્ષય કરવારૂપ મોક્ષને પામે છે અને ત્યાં જન્મ તથા મરણ રહિત શાશ્વત સુખમય સ્થિતિમાં કાયમ બિરાજે છે.
૧૨. સ્વભાવમાં લયલીન થયેલા મુમુક્ષુઓ સર્વ સંકલ્પ– વિકલ્પ રહિત, આનંદસ્વરૂપી પરમાત્મતત્વમાં જ કાયમ સ્થિર