________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૭ ] કિયાસિદ્ધિ માટે સર્વે સાચવવાની જરૂર
જે વીર્ય—સત્વ ઉપર જીવનનો ખરો આધાર છે તેને બરાબર કાળજીથી સાચવી રાખવા સમાજની પ્રત્યેક વ્યક્તિની પ્રથમ ફરજ છે. તે જ્યારે વિસારી મૂકી સમાજ અવળે રસ્તે ચઢી જાય છે ત્યારે જ તેની પાયમાલી થાય છે. પૂર્વના વખતમાં પ્રથમની( બાલ) અવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળવાની જે સુખદાયક પ્રથા હતી તેનું અત્યારની પ્રજાને લગભગ વિસ્મરણ થયું છે. જે બાલ્ય અવસ્થામાં સત્ત–વીર્યની દરેક રીતે રક્ષા અથવા વૃદ્ધિ થયા કરે એવી સમાજવ્યવસ્થા રહેતી તેને બદલે બાળવયથી જ સત્વ-વીર્યને ક્ષય અનેક રીતે થાય તેવી ગેરમર્યાદાઓ ચાલી રહેલી અત્યારે નજરે જોવાય છે. વીર્ય—પાતને તાવી-નીચવી શરીરને તદન નિમીત્ય કરી નાખે એવી ઉકળેલી ચા અને બીજા અનેક વાર પીણાનું દુર્વ્યસન બીજાઓની દેખાદેખીથી બાલવયમાં જ દાખલ થઈ જાય છે અને તેથી થતાં નુકશાનના અજ્ઞાનને લઈ ઘણે ભાગે તે વધતું જ જાય છે, એથી જ અનેક વ્યક્તિએ જીવલેણ વ્યાધિઓના ભોગ બની જઈ અકાળ મૃત્યુવશ થાય છે. અત્યારે
તરફ હટલની ચા પીવાથી થતાં અનેક જાતના નુકશાનનું ભાન થવાથી તે સંબંધી ચર્ચા ચાલી રહી છે. તેના પરિણામે હોટલની ચા પીવાને કેટલેક સ્થળે અનાદર થતો જાય છે ખરા, પરન્તુ જ્યાં સુધી હદ બહાર ચા અને બીડી પીવાથી થતાં અનેક પ્રકારનાં નુકશાનનું યથાર્થ ભાન સમાજને થાય તે સચોટ ઉપદેશ દેવામાં આવશે નહિ ત્યાં સુધી તે દુર્થસનની જડ કાયમ રહેવાથી તેથી નીપજતા નુકશાન પણ