________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૩ ] રક્ષણ સંયમરૂપી મહામંત્રવડે થઈ શકે છે. અન્યથા તેમની ભારે વિડંબના થવા પામે છે.
૫. પોતે જ પોતાના મિત્ર કે શત્રુ બને છે.
૬. મન અને ઈન્દ્રિયને વશમાં રાખવાથી સંપદા અને અન્યથા છૂટી મૂકવાથી વિપદા મળે છે, તેથી બેમાંથી એકની પસંદગી કરે.
૭. ઉક્ત પ્રમાદ કટ્ટા શત્રુ જેવું પરિણામ લાવે છે, તેથી તેને ત્યાગ કરવો ઉચિત છે. [જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૮૦]
શ્રાવકપણાનાં સામાન્ય લક્ષણ ૧. સત્ય-હિતમાર્ગમાં આત્માર્પણ કરવા જેવી શ્રદ્ધા રાખે.
૨. સત્ય-હિતમાર્ગદશક પુરુષના હિતવચનોને આદરથી સાંભળે.
૩. પ્રાપ્ત લક્ષ્મીને ઉપગ સક્ષેત્રમાં વિલંબ રહિત કરે. ૪. તત્ત્વપરીક્ષાપૂર્વક શુદ્ધ સત્ય તત્વ ઉપર ખરો પ્રેમ રાખે. પ. પૂર્વે અજ્ઞાન-મિથ્યાત્વ એગે કરેલાં પાપકર્મ દૂર કરે.
૬. સંવર ને નિજ રાની વૃદ્ધિ થાય તે સંયમ આત્મનિગ્રહ કરતે રહે, જેથી દુર્ગતિથી બચી સદગતિ યાવત્ મોક્ષ પામે.
ઉપરોક્ત લક્ષણવાળા ભવિજનેને જ્ઞાની વિવેકી પુરુષે શ્રાવક તરીકે સંબોધે છે. વળી પણ કહેલ છે કે “જેથી પ્રવેશ અનેક રીતે બાંધેલા પાપકર્મ દૂર થવા પામે એવાં ઉત્તમ પરોપકારનાં કામ જે આદર સહિત કરે અને ઉત્તમ વ્રત નિયમને પ્રમાદરહિત સ્વીકાર કરીને જે તેનું નિરતિચારપણે પાલન કરતો રહે તે શ્રાવક કહેવાય. [ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૭ ]