________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૧ ]
તપ-ચારિત્રની સેવા.
૧. જ્યાંસુધી શરીરની સ્વસ્થતા હાય, રાગ કે જરાવડે શરીરમાં વ્યથા પેઢા થઇ ન હાય અને ઇંદ્રિયા પણ અક્ષીણુ હાય એટલે ખાટી પડી ન હાય ત્યાંસુધી આત્માથી જનાએ પરભવના ભાતારૂપ કહા કે આત્માના કલ્યાણુરૂપ તપ-સંયમનું અને તેટલું પુરુષાતન ફારવીને સેવન કરવુ.
૨. આત્મસાધન કરવાની ખરી તક જે મુગ્ધ જના વિષયકષાય અને વકથાદિ પ્રમાદવશ બની ગુમાવી દે છે તેમને પાછળથી પુષ્કળ પસ્તાવા થાય છે. તેમ છતાં ગયેલી તક પાછી આવતી નથી અને ધર્મ સાધન વગર મૂળગી મૂડી ગુમાવી બેસનારની જેમ તેની ભવાન્તરમાં કેાઇ રહ્યા કરતુ નથી.
૩. જે પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલી પૂર્વ શુભ સામગ્રીના સદુપયાગ કરી સારી લાભ હાંસલ કરી લે છે તેનું ભવિષ્ય ઉજ્જવલ મને છે. તે સર્વત્ર સુખી થાય છે.
૪. છતી શક્તિ ગેાપવ્યા વગર જે જે ભાગ્યશાળી જના જ્ઞાની ગુરુની સેવા-ઉપાસનાપૂર્વક તપ-જપ-વ્રત-પચ્ચક્ખાણું ઉલ્લાસ સહિત કરે છે તે અવશ્ય સુખી થાય છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૭૯ ]
જ્ઞાનની ઉત્તમતા.
૧. આત્માના અનંત ગુણુામાં મુખ્યપણે જ્ઞાન અને દર્શન છે. તેમાં પણ એટલા માટે જ્ઞાન ઉત્તમ લખ્યું છે કે એનાથી સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થઈ શકે છે.
૨. જ્ઞાનનું ફળ વિરતિ એટલે વિષય કષાય અને વિકથાદિક