________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી “સાધુ ધર્મ પ્રત્યે રાગ સાથે યોગ્ય પરીક્ષા . ૧. સંયમમાર્ગમાં શિથિલાદિક કારણથી પ્રમાદશીલ જે સાધુ આચાર્ય પ્રમુખે બહુ રીતે સમજાવ્યા છતાં જેને લિંગમાં ગાઢ અનુરાગ છે અર્થાત્ સાધુવેશ તજ જેને જરાએ રુચત નથી તે પૂર્વોક્ત લક્ષણવાળું સંવિઝપક્ષીપણું આદરે છે અને તેવટે પણ અનુક્રમે મોક્ષમાર્ગને પામે છે.
૨. મહા અટવી, શત્રુ સન્યવડે નગરનિરોધ, માર્ગગમન, દુભિક્ષાદિક કાળ અને માંદગી પ્રમુખ કારણે સર્વ પ્રયત્ન સાધુ યેગ્ય કરણમાં સાવધાનપણે આગમોક્ત યતનાપૂર્વક તે પિતે વર્તે અર્થાત્ તેવા અનિષ્ટ પ્રસંગે પણ સંવિપક્ષી સાધુ સુસાધુજનની ઉચિત સેવા સાવધાનપણે કર્યા કરે.
૩. જેમાં સુસાધુજનેની અત્યંત આદરપૂર્વક સેવાભક્તિ કરવાની છે એવું સંવિપક્ષપણું આ અભિમાનથી ભરેલા લોક મધ્યે શિથિલાચારી સાધુને પ્રગટ રીતે પાળવું ઘણું જ દુષ્કર છે. માનગ્રસ્ત લોકોમાં સ્વમાન મૂકી અત્યન્ત નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી જ તે માર્ગ પાળી શકે છે.
૪. સારણા, વારણાદિકને સહન કરી નહી શકવાથી જે સાધુ ગચ્છને ત્યાગ કરી, આચારવિચાર ત્યજી સ્વછંદપણે વિચરે છે તેનું વેચ્છાચારીપણું જેન શાસનમાં પ્રમાણ કરવા લાયક નથી.
૫. સંયમમાર્ગમાં શિથિલ છતાં શુદ્ધ પ્રરૂપણા કરનાર સંવિજ્ઞપક્ષી સાધુ ચારિત્ર પાળવામાં જેટલી જેટલી યતના કરે તેટલા પ્રમાણમાં તે કર્મક્ષય કરી શકે છે, તે સંયમમાર્ગમાં વિશેષ સાવધાન થઈ શુદ્ધ પ્રરૂપણ કરે તે તો સોનું ને વળી સુગંધ મળી એમ સમજવું. [ જે. ધ. પ્ર. પુ૪૭, પૃ. ૭૮ ]