Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૭૯ ]
વીસ સ્થાનકાનું સેવન.
(૧) સકળ ‘ઘાતીક ખપાવી કેવળજ્ઞાનાદિક અન`તી આત્મસંપદાને પામેલા અરિહતા. (૨) સંપૂર્ણ શ્ર્વાતી તે અઘાતી ( આઠે ) કર્મના ક્ષય કરીને મેાક્ષ પામેલા સિદ્ધો. ( ૩ ) સર્વ જ્ઞવચન અથવા જિનવચનમાં અનન્ય શ્રદ્ધાવત ચતુર્વિધ સંઘરૂપ પ્રવચન. ( ૪ ) તત્ત્વઉપદેશદાતા અથવા સત્ય માર્ગદેશક ગુરુ ( આચાર્ય ) ( ૫ ) વૃદ્ધવય, દીર્ઘ દીક્ષાપોય અને સત્શાસ્ત્રપરિણતીયેાગે સ્થવિર. ( ૬ ) બહુશ્રુતપરિચયી પાઠક. ( ૭ ) ખરા તાધન–મુમુક્ષુ-સાધુજના પ્રત્યે અંતરગ પ્રેમરૂપ વાત્સલ્ય. ( ૮ ) સ્વપરવિવેચક સતત જ્ઞાન ઉપયાગ. ( ૯ ) તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન. ( ૧૦ ) સકળ ગુણુના સારભૂત વિનય ( ૧૧ ) નિરતિચાર શુદ્ધ ચારિત્ર ( ૧૨ ) નવકેાટી શુદ્ધ બ્રહ્મચર્ય ( ૧૩ ) આવશ્યકાદિ શુદ્ધ ક્રિયા ( ૧૪ ) આત્મશુદ્ધિકારી તપ (૧૫) રત્નપાત્ર સમ ગૌતમસ્વામી ( ૧૬ ) સકળ દોષવિર્જિત જિનેશ્વરા વિગેરેનુ' વૈયાવચ્ચ ( ૧૭ ) સમાધિકારક સયમ ( ૧૮ ) અભિનવજ્ઞાન-અભ્યાસ ( ૧૯ ) શ્રુતભક્તિ ( ૨૦ ) તી સેવા. શાસન ઉન્નતિકારક પ્રભાવનાવાળા ઉક્ત વીશ સ્થાનકરૂપ પાનું બહુમાનપૂર્વક સેવન કરવાથી પરિણામની વિશુદ્ધિયેાગે તીથંકરપણું પ્રાપ્ત થાય છે. એ પવિત્ર પદ્માનું આરાધન કરવા ઇચ્છનારે તેનુ સવિસ્તર વર્ણન શ્રી જૈન ધમ પ્રસારક સભા તરફથી બહાર પડેલ પુસ્તકમાંથી જોવુ. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૨૬૨ ]

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326