________________
લેખ સંગ્રહ : ૭:
[ ર૭૭ ] ૨. સ્વાધ્યાય ધ્યાનના યોગે ત્રણે લોકના, અરે ! લેકાલેકના ભાવ પ્રત્યક્ષ ભાસે છે એવો એને પ્રભાવ છે. - ૩. નિરંતર તપસંયમ પાળતા છતાં જે સ્વાધ્યાય ધ્યાનથી વિમુખ રહે છે એવા આળસુ સુખશીલ સાધુ તત્વજ્ઞાનના અભાવથી સાધુપદને લાયક થતા નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૪] કૃતિકર્મ યા નમન-વંદનમર્યાદા. કૃતિકમ બે પ્રકારનું છે. એક તે સન્મુખ બે હાથ જોડી ઊભા રહેવું તદ્રુપ અને બીજું દ્વાદશાવર્ત પ્રમુખ વિધિથી વંદન કરવું તદ્રુપ. ઉક્ત કૃતિકર્મની મર્યાદા સઘળા સાધુઓ તથા સાધ્વીઓએ યથાયોગ્ય સાચવવી જોઈએ. | સર્વે જિનેના શાસનમાં ધર્મ–પ્રવચન પુરુષપ્રવર્તિત હોવાથી તે પુરુષપ્રધાન વખાણેલ હોવાથી સર્વે સાધ્વીઓએ ઉક્ત "કૃતિકર્મ સવે સાધુઓને કરવું જોઈએ. ગમે તેટલા મોટા દીક્ષા પર્યાયવાળા સાધ્વીએ પણ ગમે તેટલા લઘુદીક્ષિત સાધુને નમન કરવું જ ઘટે.
ઉપર પ્રમાણે હકીકત જાણનાર સહુ કેઈ શાસનરાગી જનોને આજકાલ ચાલતી સ્વચ્છેદવૃત્તિ અસહ્ય લાગતી હશે, અને દિનપ્રતિદિન વધતા જતા સ્વેચ્છાચારને અટકાવવા અને જિનેક્ત મર્યાદા જાતે પાળવા અને બીજાઓને તેનું પાલન કરાવવા પ્રેમપૂર્વક પ્રેરણા કરવી ઈષ્ટ હશે, તેમ છતાં જે સ્વ
ચ્છાચાર ન તજે તેમને ગણનાયકોએ તેમ જ સંઘના આગેવાનેએ સખ્ત ઠપકો આપી, ફરી ભૂલ ન કરવા સારી રીતે જણાવવું જોઈએ.