________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૭૫ ] ઘટે છે. ગમે તેવું દુષ્કર (કઠીન) ચારિત્ર પાળતો હોય છતાં જે સાધુ જાતિમદ કે કુળમદ વિગેરે કરે તે મેતાય મુનિ તથા હરિકેશીબળની પેઠે પાછળથી ભારે દુઃખી થાય છે, તેથી જ તે મને ત્યાગ કરવો જરૂરી છે.
[ જે. ઘ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૩ ]
બ્રહ્મચર્યની રક્ષા. મન, વચન અને કાયાને કાબૂમાં રાખનાર શાન્ત, જીતેન્દ્રિય અને કષાયરહિત એ જે મનુષ્ય નવ બ્રહ્મગુવિડે બ્રહ્મચર્યનું પાલન કરે છે, બ્રહ્મચર્યને સાવધાનપણે રાખી જે સાચવી શકે છે તેનું આ ટૂંક સ્વરૂપ તેના ખપી જીવોને બહુ ઉપયોગી છે. "
૧. સ્ત્રી, પુરુષ, નપુંસક વિગેરે કામાન્ય જનવડે વ્યાસ એવા સ્થાનમાં બ્રહ્મચારીઓએ વાસ વસો નહિં પણ નિર્દોષ એવા એકાન્ત સ્થાનમાં સંયમનું પાલન કરે.
૨. સ્ત્રી સંબંધી રૂપ, શૃંગારની કથા કરે નહીં અથવા પુરુષની હાજરી વગર કેવળ સ્ત્રીઓની સમક્ષ ધર્મકથન પણ કરે નહિં.
૩. સ્ત્રીસેવિત શય્યા, આસનાદિક ઉપર બે ઘડી વ્યતીત થયા વગર બ્રહ્મચારી જને બેસે નહિં.
૪. સ્ત્રીના અંગે પાંગ નિરખીને જેવે નહિ.
પ. પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં મેહને વશ થઈ કરેલી કામક્રીડા કદાપિ સંભારે નહિ.
૬. સ્ત્રીના વિરહ-વિલાપાદિક કરુણ શબ્દો અથવા અતિ