________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૩ ] ઈચ્છતો નથી, પરંતુ રસકસવાળું નિગ્ધ અને મનગમતું ભજન ગષત ફર્યા કરે છે.
૩. શાતાગારવયુક્ત સાધુ શરીરની શોભા કરે છે તથા કામળ, શયન, આસન અને વાહન વિગેરેને વધારે પડતું પ્રસંગ રાખે છે. શરીરને કંઈપણ કષ્ટ પડે એવા કાર્યથી હંમેશા તે દૂર રહે છે.
૪. આવી વિરુદ્ધ પરિણતિથી સંયમમાર્ગથી ચકી મંગુ આચાર્યની પેઠે સાધુ અધોગતિ પામે છે, તેથી આત્માથી સાધુ સાધ્વીઓ તેવા કુમાર્ગથી ચેતતા રહી સદગતિગામી થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૨ ]
ઈન્દ્રિયોને કબજે રાખવા માટે હિતોપદેશ. ૧. ઈન્દ્રિયને વશ પડેલા જીના તપને, કુળને તેમ જ પ્રતિષ્ઠાને લેપ થાય છે. વિષયસુખમાં આસક્ત થયેલા જીવની પંડિતતા દૂર થઈ જાય છે. તેને અનિષ્ટ માગે વળવું પડે છે અને રણસંગ્રામ વિગેરે વિવિધ આપદાઓ વેઠવી પડે છે. સુસંયમી સાધુ એમ સારી રીતે સમજે છે.
૨. તેથી જ તેઓ વિણા, મૃદંગાદિકના મેહક શબ્દમાં રક્ત થતા નથી. મને હર રૂપ દેખીને ફરી તેને જોવાની લોલુપતાથી જેતા નથી. તેમ જ સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છિત થતા નથી. એ રીતે સંયમમાર્ગમાં સદા નિશ્ચળ રહેવા પ્રયત્ન કરે છે.
૩. સંયમના લક્ષપૂર્વક ઈન્દ્રિયોનો નિગ્રહ કર જરૂરને છે, એટલે ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરતાં થકા રાગ
૧૮