________________
[ ૨૭૬ ]
શ્રી કપૂરવિજયજી
નિકટ સ્થાનમાં કામાસક્ત થયેલી સ્ત્રીના નૂપુર ( ઝાંઝર ) પ્રમુખના શબ્દો કાન દઈને સાંભળે નહીં.
૭. ભાજનમાં` અતિ સ્નિગ્ધ પદાર્થ કાઇ તેવા પ્રમળ કારણ વિના વાપરે નહીં.
૮. રૂક્ષભાજન પણ પ્રમાણ રહિત લેાલુપતાથી ગ્રહણ કરે નહિ. ૯. શરીરની શે।ભા ( સ્નાન, વિલેપન વગેરે ) અથવા સુશાભિત વસ્રોવડે શૃંગાર સજે નહિ, જેથી સ્વપરકામ ઉન્માદ જાગે એવા કાઇપણ જાતના સ્વચ્છંદ આચરણથી બ્રહ્મચારી સદંતર દૂર રહે.
ઉપરાંત ગુહ્ય ચિહ્નો, સાથળ, ચહેરા, કાખ અને વક્ષસ્થળ તથા સ્તનાંતર કવચિત્ જોવામાં આવી જાય તે તે તે સ્થળેથી બ્રહ્મચારીએ દૃષ્ટિને તરત જ પાછી ખેંચી લેવી, પણ ત્યાં દ્રષ્ટિ ઠેરવી રાખવી નહીં. અથવા સ્ત્રીની દ્રષ્ટિ સાથે પેાતાની સૃષ્ટિ મેળવવી નહીં. બ્રહ્મચારી શ્રી પુરુષે સ્વપરને રાગ કે માહ વધવા ન પામે તેમ સ ંયમમાર્ગનું પાલન કરવું. એ રીતે વ તાં મન, વચન અને કાયાની પવિત્રતા જળવાઇ રહેશે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૩]
સ્વાધ્યાય ધ્યાન સબંધી હિતાપદેશ,
૧. શાસ્ત્ર સંબંધી વાચના, પુચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પંચવિધ સ્વાધ્યાયમાં મગ્ન રહેનાર મહાપુરુષના ધ્યાનની શુદ્ધિ થાય છે. તેમ જ સ` પરમાને સારી રીતે તે જાણી શકે છે. સ્વાધ્યાયમાં વર્તનાર ક્ષણે ક્ષણે વેરાગ્યદશાને પામી વધારી શકે છે.