________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૬૩ ] ઉત્તમ શીલ–સદાચારનો પ્રભાવ શીલ જ ઉત્તમ ધન છે, શીલ જ જીવેને પરમ મંગળરૂપ છે, શીલ જ દારિદ્રને હરનાર છે અને શીલ જ સફળ સુખસંપદાને વસવાનું કુળભુવન છે. વળી સમસ્ત જનોને અતિ વહાલું શીલ જેના અંગે ઉલસે છે તેને અગ્નિ જલદી જળરૂપ થઈ જાય છે, સમુદ્ર પાણીની નીક જે થઈ જાય છે, મેરુપર્વત એક નાનકડી શિલા જે થઈ જાય છે અને કેશરીસિંહ શીધ્ર હરિણ જેવો ગરીબ બની જાય છે, સર્પ ફૂલની માળા જેવો થઈ જાય છે અને ઝેર અમૃત થઈ જાય છે એટલે ઝેર હોય તે પવિત્ર શીલના પ્રભાવે અમૃત થઈ પરિણમે છે.”
વીતરાગ ભગવાનની સદ્દભાવ સ્તુતિ ‘દિવસે થએલ વીજળી અને રાત્રે થએલ ગજરવ અમેઘ હોય છે તેમ સંત-સાધુનું વચન અને વિતરાગદેવનું દર્શન અમેઘ હોય છે. ”
જે આ લેકમાં જિનેશ્વર ભગવાનની પૂજા-ભક્તિ કરે છે તે દાસપણું, દરિદ્રતા, કાસદીપણું, હીનજાતિ અને ઇન્દ્રિયોની અપૂર્ણતાને પામતા જ નથી. સર્વાગ સુંદર બને છે. ”
જે પ્રભાતમાં જ જિનેશ્વર પ્રભુનું નિર્વિકારી અને મનેહર મુખકમળ નીરખીને જોવે છે તે ભવ્યાત્માઓ સહુ કરતાં ધન્ય-કૃતપુન્ય-કૃતાર્થ છે એમ સમજવું.”
મિથ્યાત્વ એગે ભવસાગરમાં ડૂબતા અને કદાગ્રહથી ભરેલા એવા મને હે નાથ ! પાર ઉતાર, પાર ઉતાર.”