________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૬૧ ] ૧૦. જો તમે પહેલવહેલાં તમારા ક્રોધને કાબૂમાં ન લાવી શકો તે તમારી જીભને અંકુશમાં લાવતાં શીખે. આપણી જીભ એ સેવક તરીકે ઉત્તમ છે, પણ સ્વામી તરીકે બહુ સખ્ત છે.
૧૧. બોલવામાં ઉતાવળ હોય એવા કોઈ પણ માણસે કદી પણ સફળતા મેળવી છે? એક મૂર્ખ માણસ કરતાં પણ તેને સફળતા મળવાની ઓછી આશા છે.
૧૨. માન એ શક્તિની મુખ્ય ચાવી છે. બહુ થોડું બોલનારને સર્વ કેાઈ અનુકૂળ થઈ જાય છે, અને લોકો તેને ખરેખર અતિ ઉચ્ચ કોટિને માને છે. પોતાની જાતને અંકુશમાં રાખનારા માણસ સ્થિર વૃત્તિના હોય છે.
૧૩. ડહાપણ અને સાવધાનતા ભરેલો આત્મસંયમ એ શાણપણનું મૂળ છે.
૧૪. જે પોતાની જાતને વશ કરી શકે છે તે એક રાજા કરતાં પણ વધારે સુખી છે.
૧૫. માટે સ્વામી બને, આપણું અંતરાત્મામાં જ વિજય ને પરાજય રહે છે. ઉત્તમ ચરિત્રની અસર–
જે મહાત્માઓએ કઈ મહાન ઉદ્દેશથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે તેમના ચરિત્રે સમજીને વાંચવાથી આપણે દશામાં સારો સુધારો થઈ શકે છે. બીજા નકામાં નેવેલ્સ વિગેરેથી ઊલટું નુકશાન થવા પામે છે. જેઓ જાતમહેનતથી મહાન અને ઉત્તમ બન્યા હોય તેવાઓના જીવનચરિત્રને અભ્યાસ