________________
મહાન કાર્ય કરવું
મહાન થવું એ
થી વિશેષ
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫૯ ] મહાન કાર્ય કરવું એ જ કંઈ જીવનનું મુખ્ય કાર્ય નથી, પરંતુ આપણે પોતે મહાન થવું એ જ કર્તવ્ય છે. ચારિત્ર એ જ આપણા જીવનનું ઉત્તમોત્તમ અને સાથી વિશેષ સ્થાયી ફળ છે. ચારિત્ર વિનાની એકલી બુદ્ધિ આપણને અધેગતિમાં લઈ જાય છે. ચારિત્ર સહ તેની સફળતા છે. કરકસર–
કરકસર એ પ્રામાણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે, તેમ જ મિતાહાર, આનંદ અને આરોગ્યની સુંદર બહેન છે. થોડી જરૂરિયાતો” હેવી અને પિતાની જરૂરિયાતે પોતાની જાતે જ પૂરી પાડવી તેના જેવું શભાભરેલું બીજું કાર્ય કર્યું છે?
ડહાપણપૂર્વક ચાલે તે એક માણસ કોઈ પણ દેશમાં જુજ ખર્ચથી પિતાને નિર્વાહ કરી શકે, જ્યારે ઉડાઉપણુ આગળ આખા બ્રહ્માંડનું રાજ્ય પણ પૂરતું નથી.
કરકસર એ ગરીબ માણસોની ટંકશાળ છે. કુદરતને હાથ પણ ઉદાર હોય છે, ઉડાઉ હોતા નથી.
કરકસર વિના કેઈપણ પ્રમાણિક માણસ શ્રીમંત થઈ શકતે નથી.
જેઓ પોતાની ઈચ્છા મુલતવી રાખે છે તેમને ત્યાં સુખ અને સ્વતંત્રતા નિવાસ કરે છે. કરકસર એ મટી આવક છે. આત્મસંયમ–
૧. ચારિત્રનું બળ બે વસ્તુઓનું બનેલું છે; ઈચ્છાશક્તિ અને મને નિગ્રહ. તેના અસ્તિત્વ માટે બે વસ્તુની આવશ્યક્તા