________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી નેપોલિયન નાની બાબતે પર પણ સંપૂર્ણ ધ્યાન આપતે. જે વિગતે તેના તાબાના અમલદારો લય આપવા જેવી ગણતા નહીં તેવી નાની બાબત પર પણ તે લક્ષ આપ્યા વગર રહે નહીં. વેલીંટન પણ નાની વિગત પર સંપૂર્ણ
ધ્યાન આપવાથી મહાન થયે હતે. તે કઈ વસ્તુને વિશાત વિનાની ગણતો નહીં. ઘણીખરી નિષ્ફળતાઓ વિગત તપાસવાના અભાવે થાય છે. જેમ નાવમાં પડેલું છિદ્ર જે ઢાંકી દેવામાં ન આવે તો તેમાંથી જેમ ભયંકર પરિણામ આવે છે તેમ આપણુથી થતી નાની ભૂલ સમજીને જલદી સુધારી લેવી જોઈએ.
જગતની મહાનમાં મહાન વસ્તુ-ચારિત્ર તમામ ઉત્તમ ચારિત્રથી તમે અવશ્ય નિશ્ચયાત્મક શક્તિવાળા બનશે.
ચારિત્ર એ જ શક્તિ છે. ચારિત્ર એ જ ધન છે. ચારિત્ર એ જ ધર્મ છે. ચારિત્ર એ જ મોક્ષ છે.
ઉપરના સૂત્ર દરેક શાળામાં, દરેક ગૃહમાં અને દરેક યુવકના ઓરડામાં ટાંગો. માતાઓ! દરેક બાળકના હૃદયમાં તે ઊંડા અક્ષરે કેતરે. ચારિત્રને કોઈપણ ભલામણની જરૂર નથી. તે પોતાની ભલામણુ પોતે જ કરે છે. ચારિત્ર વિનાનું બીજું સઘળું તુચ્છ છે. જે વસ્તુઓ કાંઈપણ અવાજ કરતી નથી; અને જે કાંઈપણ કરવાને દાવો કરતી નથી તે જ વસ્તુતઃ બળવાનમાં બળવાન ચીજો હોય છે. એકાદ મહાપુરુષની મૂંગી પવિત્રતા સમસ્ત કો ઉપર જે અસર કરે છે તે અસર એકાદ વક્તા યા ઉપદેશકનાં જિંદગી સુધીનાં ભાષણે પણ કરી શકતાં નથી.