________________
[ ૨૫૬ ]
શ્રી કરવિજયજી જમાનામાં સાદાઈ ને સંયમને મુદ્રા લેખરૂપે ગણું સંતેષવૃત્તિ ધારી શકે તે ઘણા પાપથી બચી પોતાનું જીવન વધારે ઉચ્ચ પવિત્ર ને અનુકરણ કરવા જેવું (આદર્શરૂપ) બનાવી શકે છે. સફળતા અને નિષ્ફળતા–
સુખી જીવનના સાધનમાંથી પાપરહિત પવિત્ર માણસ જ પરમ સત્યને પામી શકે છે, માટે પ્રત્યેક અગ્ય વિચાર અને દુરાચારથી ચઢેલાં આવરણને એગ્ય વિચાર અને પવિત્ર જીવનથી અવશ્ય દૂર કરવાં જોઈએ, અને એમ કરવા માટે સ્વાર્થ સાધવાનું, અપ્રમાણિક થવાનું, બીજાના અજ્ઞાન કે નિર્બળતાને (ખે) લાભ લેવાનું તથા તેમને બાધક થવાનું કે પાછળ રાખવાનું તદ્દન છેડી દેવું જોઈએ.
આમ છતાં ઘણા માણસો ધનાદિને સ્વાર્થ સાધવા મથી એ આવરણે વધારતા જ રહે છે. આથી અંતે તેમનાં અંતરચક્ષુ તદન બંધ થઈ દષ્ટિ એટલી વિકારી બની જાય છે કે તેઓ ભૈતિક વસ્તુઓ સિવાય બીજું જોઈ શકતા નથી. મનુષ્ય વ્યવહારિક સફળતા મેળવવી એ એક વસ્તુ છે, પરંતુ પરમ લક્ષ્ય સાધી જીવન સફળ કરવું એ તદ્દન જુદી વસ્તુ છે. અનેક માણસો વ્યવહારમાં નિષ્ફળ જણાય છતાં વસ્તુત: તેમણે જીવન સફળ કર્યું હોય છે, કેમકે તેઓ ભોતિક સુખ અને પદાર્થોને ભેગ આપી ઉચ્ચતમ આદર્શને વળગી રહ્યા છે. આ રહસ્ય સમજી જીવન સુધારવું ઘટે છે. લૌકિક કીર્તિ, દ્રવ્ય, દરજજે, માનપાન –એ વસ્તુઓને ખરી સફળતા સાથે લેશ પણ સંબંધ નથી. વાસ્તવિક સફળતા તે જીવનની પવિત્રતા સેવવાવડે સધાય છે. લેકે માં જે માણસો સારા ગણાય છે તેવા ઘણા