________________
લેખ સંગ્રહ : ૭:
| [ ૨૫૫ ] બાજુના માણસોને આગળ વધવાની તકેના દરવાજા ઉઘાડી આપે છે અને જે બહેરાને કાન સમાન, આંધળાને આંખ સમાન અને ભૂલાને પગ સમાન થઈ રહે છે, તે જ સર્વોપરી ધનવાન છે. શું પૈસો સુખ આપે છે? જરા ઊંડા ઉતરી જેશે તે તેમાં દુઃખ જણાશે. જે માત્ર ખાનપાન અને પૈસા માટે જીવે છે તે ફતેહ મેળવી શકતો નથી, કેમકે તેના જીવનથી જગતમાં કશી સહાય થઈ નથી. જેણે કઈ ખિન્ન મુખ પરથી આંસુ લેહ્યું નથી, કોઈને ઉત્સાહ વધે એવું કામ કર્યું નથી તેના હદયમાં કમળ લાગણી નથી અને ખરા દેવને ઓળખ્યા નથી. જે બીજાને દબડાવી મારે છે, પોતે આગળ વધવા બીજાને પાછળ પાડે છે અને પોતાની ઇમારત ઊભી કરવા બીજાની ઝુંપડીઓ પાડી નાખે છે તેને શું તમે સ્વાશ્રયી અને માટે માણસ ધારે છે ?
જે માણસ બીજાને ગરીબ બનાવે તે ખરી રીતે ધનવાન હોઈ શકે? જેમ વરુના મેં ઉપર “ખાઉં ખાઉં” ની વૃત્તિ જણાય છે તેની પેઠે જેની ભવૃત્તિ ચહેરા પર ખુલી દેખાય છે તેનામાં મનુષ્યત્વ ને સુખ હોતાં નથી. તેમના ચહેરા ભાગ્યે જ હસતા, નિર્મળ ને સુંદર હોય છે. એક કંજુસે ગુપ્ત સ્થળે પિતાનું ધન દાટેલું તે જોઈ જોઈને હરખાતે. પછી તે ધન ચોરાઈ ગયું ત્યારે એક શાણા મિત્રે સલાહ આપી કે તે જગ્યાએ હવે થોડાં કાંકરો દાટે અને ત્યાં વારંવાર જઈને તે પિતાના રૂપિયા છે એમ જાણુને હરખાયા કરજે. પિસા મેળવવામાં ચિંતા, સાચવવામાં ધાસ્તી, વાપરવામાં લાલ, દુરુપગ કરવામાં ગુન્હા, એવામાં ઉગ અને છેવટે એ પૈસા મેળવવાના પાપ પણ ભેગવવાનાં, એમ સમજીને આ જડવાદના