________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૫૩ } શકે છે. ક્રમશ: તપને અભ્યાસ પાડવાથી શરીરબળ, ઇંદ્રિયબળ અને મનોબળ ઠીક ટકી રહે છે. તેની સાથે રાગ-દ્વેષ ને કષાયપરિણતિ દૂર કરવાનું ખાસ લક્ષ રાખવાથી સમતાગે આત્મા સુવર્ણ સમે નિર્મળ થતો જાય છે એવી સાવધાનીપૂર્વક તપસ્યા કરનાર નિ:સ્પૃહી આત્મા અન્યને પણ અનુકરણ કરવા ગ્ય બને છે.
ઉપવાસ, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, અલપ દ્રવ્યનું સેવન વગેરે બાહ્ય તપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાનાદિક આત્યંતરતપની પુષ્ટિ નિમિત્તે જ કરવાનું જ્ઞાની મહાશાએ ફરમાવેલ છે. એવા શુદ્ધ લક્ષથી જ કર્મની સારી નિર્જરાવડે આત્મ-નિર્મળતા થઈ શકે છે. શ્રી જ્ઞાનસારમાં સ્પષ્ટ કહેલ છે કે–એ જ તપ કરે કે જે કરતાં દુર્બાન થવા પામે નહીં,
ગબળ ઘટે નહીં, ઈદ્રિ ક્ષીણ થઈ જાય નહીં અને જ્ઞાનધ્યાનમાં રક્ત રહેવાય, પ્રભુની સેવા-ભક્તિ કરવામાં ખામી આવે નહીં, ક્રોધાદિક કષાય શાંત થવા પામે તથા જિનાજ્ઞાનું વિવેકપૂર્વક પાલન કરવાનું બન્યા કરે, તેથી ખલિત ન થવાય, વિવેકભરી રીતે આવી શુદ્ધ તપસ્યાથી મહાલાભ થવા પામે છે તેથી આમાથી જનેએ તેને બને તેટલે આદર કરવા ભૂલવું નહીં. સમતા સહિત તપસ્યાથી અપૂર્વ લાભ થાય છે, તેથી તન, મન અને વચનની શુદ્ધિ થાય છે. અણદિક અનેક દેશે સહેજે દૂર થાય છે. અમેરિકા વગેરે દેશમાં તો ઉપવાસના સફળ પ્રયેથી અસાધ્ય જેવા રોગવિકારે પણ દૂર કરાતાં પ્રત્યક્ષ સંભળાય છે. તેને માટે સારા નિષ્ણાત વૈદ્ય-ડોકટરોને તેની સારવાર કરવા રોકવામાં આવે છે.