________________
e
[ ર૫ર ]
શ્રી કરવિજયજી તે સમયેચિત હિતોપદેશ.
૧. શ્રી પર્યુષણ પ્રસંગે કઈક ભાઈ-બહેને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દુવાલસ, અઠ્ઠાઇ, પાલખમણ અને માસખમણદિક વિવિધ તપસ્યા કરવા ઈચ્છે છે અને કરે છે, પરંતુ પૈસા ખર્ચવાની શક્તિના અભાવે મનમાં સંકેચ પામી ચૂંઝાય છે, તેમ જ ઉક્ત તપસ્યાને લાભ લઈ શકતા નથી, તેથી દરેક શહેર કે ગામના શ્રદ્ધાળુ આગેવાનેએ એકમત થઈ સભા કે સંઘ સમક્ષ જાહેર કરવું જોઈએ કે કેઈપણ ભાઈ બહેનને ગમે તે પ્રકારની તપશ્ચર્યા કરવાની ભાવના થાય તેણે સુખપૂર્વક કશે પણ સંકેચ રાખ્યા વગર ઈચ્છા મુજબ પિતાની શરીરશક્તિ અનુસાર ચઢતા ભાવે તપસ્યા કરવી, સંઘમાંથી કેઈએ તે બાબત ટકા કે નિંદા કરવી નહીં, છતાં કોઈ ખર્ચને અંગે નિંદા કરશે તે શ્રીસંઘ સખ્ત ઠપકો આપશે.
૨. પર્યુષણાદિ પ્રસંગે કેઈને નવકારશી પ્રમુખ સંઘજમણ કરવાનું હોય ત્યારે તપસ્વી જનની તબીયત નહીં બગડતા સચવાઈ રહે તેવી તેમની પ્રકૃતિને માફકસર ખાનપાનની સગવડ કરી રાખવાનું સાથે જ સંપૂર્ણ લક્ષ રાખવું, જેથી પરિણામે લાભ થવા પામે. સારું હલકું ને પ્રકૃતિને માફક આવે એવું પરિમિત ખાનપાન કરવાથી જ તપસ્વીઓને શાતા બની રહે છે, એ ભૂલવું ન જોઈએ.
૩. શક્તિ અનુસાર નાની-મોટી તપસ્યા કરવાથી અનેક પ્રકારનાં લાભ થવા પામે છે. વળી પારણામાં તેમ જ ઉત્તરપારણામાં ખાનપાન પ્રસંગે આજકાલ જે બેદરકારીથી ભૂલ થાય છે તે સુધારી લેવાથી કસતી તપસ્યાની સફળતા થઈ