________________
૨૬૨ ].
શ્રી કરવિજયજી કરવાથી ઉત્સાહ અને ઉચ્ચ વિચારો આપણામાં આવી ચારિત્ર ખીલે છે, કેમ કે એવા ચરિત્ર જેવી ઉત્તમતા વર્ણવે છે તેવી ઉત્તમતા આપણામાં ઉપજાવવાને ખાસ ઉદેશ, અસર અને વલણ એવાં ચરિત્ર જવામાં રહેલ હોય છે.
ઉત્તમ જીવનચરિત્ર એ એક પ્રકારનું ખાસ દર્પણરૂપ લેખાય. અરીસાવડે પોતાના ચહેરામાં ડાઘ જણાતા હોય તેને કાઢી નાખી મનુષ્ય પિતાને સારું કરવા મથે છે તેમ ચરિત્ર રૂપ આરસીવડે પિતાના ગુણદોષ જેઈને કુશળ મનુષ્ય સ્વદોષે ટાળવા અને સદગુણે વધારવા જાગૃત થાય છે. આમ ઉપદેશથી જે કામ નથી થતું તે કામ જીવનચરિત્ર સહેજે પાર પાડે છે.
ઉત્તમ ચરિત્ર વાંચવાથી આપણું ચૈતન્ય સતેજ થાય છે, જેથી શક્તિ, હિંમત, મહત્વાકાંક્ષા અને શ્રદ્ધા જાગી ઊઠી, રૂડાં અને મોટાઓનાં કામમાં જોડાવા ભાગીદાર થવા ઉત્તેજાઈએ છીએ. આ પ્રમાણે ઉત્તમ ચરિત્રેના સહવાસમાં આવવું અને ઉન્નત થવા પ્રેરાવું તે ઉત્તમ આત્માઓના સહવાસ સેવવા બરાબર છે. ઉત્તમ ચરિત્ર બતાવી આપે છે કે–એક સામાન્ય મનુષ્ય પણ પિતાનું જીવન કેટલી હદ સુધી ઉત્તમ બનાવી શકે છે? કેવા ઉચ્ચ કાર્યો કરી શકે છે? કેવી ઉચ્ચ અસરે ફેલાવી શકે છે? અને મહત્તા મેળવવા માગે આ રીતે સર્વ માટે ઉઘાડે છે.
[જે. ધ. પુ. પર, પૃ. ૮૮]