________________
[ ર૬૪]
શ્રી રવિજયજી “હે દેવ ! મારી પેઠે લાગેલા જન્મ–જરા-મરણ-રોગરોગ અને સંતાપાદિકને દૂર કરે, હર કરે. ”
હે દેવ ! દુઃખ-દાવાનળથી દાઝેલાને આપ મેઘ સમાન ઠારનાર છે અને મેહ અંધકારથી અંજાઈ ગયેલાને આપ જ એક અપૂર્વ દીપક સમાન છે.” - “શ્રી વીતરાગપ્રભુની પૂજા-અર્ચા કરી છતી પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાખે છે, પાપને ઉચ્છેદે છે, પુન્યને જમાવ કરે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, આરોગ્યમાં વધારો કરે છે, વૈરાગ્ય પેદા કરે છે, પ્રેમ-પ્રીતિને નવપલ્લવિત કરે છે, યશ કીતિને વધારે છે, સ્વર્ગનાં સુખ આપે છે અને અંતે અવિચળ મોક્ષ( પરમાનંદ)પદને પણ મેળવી આપે છે.'
જે કઈ પૂર્ણ શ્રદ્ધાથી જિનેશ્વર પ્રભુની પૂજા કરે છે તેને સ્વર્ગ તો તદ્દન સુલભ બને છે, શુભ સામ્રાજ્યલક્ષમી સાથે લાગી જ રહે છે, સેભાગ્યાદિક ગુણે સહેજે તેના અંગમાં આવી નિવાસ કરે છે, સંસારસાગર તર સહેલે થાય છે અને મોક્ષ પણ સહેજે પ્રાપ્ત થવા પામે છે.”
“જિનેશ્વરદેવની આગળ જે કોઈ ઉજજવળ અક્ષતવડે ભરેલે થાળ ધરે છે તે તેવા જ શ્રેય-મંગળવડે પિતાના આત્માને પરિપૂર્ણ કરે છે.” - “વિવિધ પ્રકારનાં ઉત્તમ દ્રવડે પ્રભુપૂજા ઉલ્લસિત ભાવથી કરનારને મોક્ષપદની પણ પ્રાપ્તિ થાય છે તે પછી અન્ય સાંસારિક સુખ મળે તેનું તે કહેવું જ શું?”
“બૃહસ્પતિ જેવો પણ તીર્થંકર પ્રભુની દ્રવ્ય-ભાવપૂજાનું