________________
[ રદ ]
શ્રી કરવિજયજી પાપ વજલેપ સમાન થાય છે, એમ સમજી દરેક યાત્રાળુઓ નીચેની હકીકત જરૂર લક્ષમાં રાખવી.” - (૧) શત્રુંજય, ગિરનાર, આબ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી વિગેરે ગમે તે પવિત્ર તીર્થસ્થળની યાત્રા કરવાના અથી ભાઈ-બહેને એ પિતાના પરિણામ કેમળ રાખીને યાત્રાને લાભ લેવાને આવતા અન્ય યાત્રાળુની પણ યોગ્ય સગવડ સાચવવા ભૂલવું નહિ
(૨) આપણે જાતે થેડુંઘણું કષ્ટ વેઠીને પણ સામાની સગવડ સાચવવી, સાચવવા પૂરતી કાળજી રાખવી. એ નિઃસ્વાર્થસેવાને લાભ ચૂક નહીં. સ્વાર્થની ખાતર તે સહુ કોઈ થોડુંઘણું સહન કરે છે જ, પરંતુ પરમાર્થની ખાતર જાણીબુઝીને કષ્ટ સહન કરવામાં જ વડાઈ રહેલી છે, એ ભૂલવું ન જોઈએ.
(૩) મુસાફરી દરમ્યાન રેલવે ટ્રેઈનમાં, બેલગાડી કે ઘડાગાડી વિગેરેમાં તેમ જ ધર્મશાળામાં એક રીતે નિ:સ્વાર્થ પણે વર્તતા ઘણા લાભ ઊઠાવી શકાય, એક બીજાને મદદગાર થઈ શકાય અને અન્યને આદર્શરૂપ બની અનેક જનને સમાજસેવામાં માર્ગદર્શક બની શકાય.
(૪) ઘર આગળ આવતા મેમાન તથા પરોણાની સેવાચાકરી કરીએ તેથી અધિક પ્રેમથી પવિત્ર તીર્થયાત્રા પ્રસંગે આવી મળતા યાત્રિકોની સેવા–ચાકરી કરવી ઘટે, એમાં સાધર્મિક વાત્સલ્યની ઝાંખી થઈ આવે છે.
(૫) પિતાના મુકામેથી યાત્રાર્થે નીકળ્યા ત્યારથી કઈ પશુ કે પ્રાણને ત્રાસ આપ ન ઘટે, ખુલા-અડવાણે પગે. ચાલીને જાત્રા કરવાનું ફળ વર્ણવી ન શકાય એટલું બધું કહ્યું