________________
લેખ સંગ્રહ : ૭ :
[ ર૬૭ ] છે તે મેજબની ધૂનમાં સુખશીલતાથી ગુમાવી દેવું ન ઘટે, કારણ કે સમજુને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યું છે. . (૬) શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભશ્રીમંતોને પણ છતી શક્તિએ જણપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થયાત્રા કરવી ઘટે; કેમ કે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થયાત્રા કરવા જઈએ છીએ, ભારે થવાને તે નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઈએ.
(૭) જીવિતવ્ય સહુને વહાલું છે તે પછી છતી શક્તિ ગોપવી, જનાવરોને ત્રાસ આપી જયણુ રહિત જાત્રા કરવા જવા આવવાને અર્થે શે? પ્રભુની આજ્ઞા સાચવીને જ યાત્રા કરી લેખે ગણાય.
(૮) સહુ સાથે મૈત્રી, દુઃખી પ્રત્યે દયા-અનુકંપા અને સદ્દગુણું પ્રત્યે પ્રમોદ તેમ જ પાપી–નિંદક પ્રત્યે અદ્વેષ(ઉપેક્ષાભાવના રાખવી જ. એમ કરવાથી ધર્મકરણ સફળ થઈ શકે છે.
(૯) પવિત્ર તીર્થોની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવર્યા પછી તો અવશ્ય અનીતિને સર્વથા ત્યાગ જ કરે જોઈએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય.
(૧૦) અનીતિવંતનું મન જ ધર્મકરણીમાં ચૂંટી શકતું નથી અને મન વગરની બહાર દેખાવ પૂરતી કરેલી કરણ કે યાત્રા સારું ફળ આપી શકતી નથી. તેથી જ યાત્રિકોએ દયા, સત્ય, પ્રામાણિકતા અને સુશીલતા સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. એકડા વગરના ગમે તેટલા મીંડા કર્યા શા કામનાં માર્ગાનુસારી થવા માટે પ્રથમ દઢ પ્રયત્ન કરવો જોઈએ.