________________
(૨૭૦ ]
શ્રી કરવિજયજી છળ, છ%, મંત્રભેદ, ગુઢ આચરણ અને વિશ્વાસઘાત એ સર્વે માયાના પર્યાયે પ્રાણીને ક્રોડેગમે ભવભયમાં નાંખે છે. - પ. લેભ, અતિસંગ્રહશીલતા, કિલતા, અતિ મમત્વ, કૃપણુતા, સડી (વિણસી) ગયેલી વસ્તુ ખાવાથી થતા રોગોત્પત્તિ, મૂચ્છ, અતિ ઘણે ધનને લેભ અને સદા લેભભાવના એ સર્વ લેભના પર્યાય પ્રાણીઓને મહાભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે.
૬. એ સર્વ કષાયના વિકારથી જે મહાનુભાવ દૂર રહે છે તેણે જ આત્માને યથાર્થ ઓળખે છે. એવા નિર્મળ નિષ્કષાય આત્મા, મનુષ્યોને અને દેવતાઓને પણ પૂજનિક થાય છે, એમ સમજી ઉક્ત સકલ પર્યાયે સહિત ચારે કષાયોને નિચે ત્યાગ કર જોઈએ.
૭. જે દુબુદ્ધિ જન પ્રચંડ દાઢાવાળા ભયંકર સપને સ્પર્શ કરે છે તે તેનાથી વિનાશને પામે છે. ક્રોધ પણ એવો જ ભયંકર છે.
૮. જે કોઈ મન્મત્ત થયેલા કૃતાંત-કાળ જેવા વનહાથીને પકડી રાખે છે, તેને તે ચૂર્ણ કરી નાંખે છે, એવો જ ભયંકર માન–અભિમાન હસ્તી છે.
૯ જે કઈ વિષવેલીમય મહાવનમાં સામા પવને પેસે છે, તે તેના ઝેરી પવનના સ્પર્શ અને ગંધવડે તત્કાળ મરણ પામે છે. માયારૂપી વિષવેલી પણ એવી જ ભયંકર છે, એમ સમજી તેને તજવી જોઈએ.
૧૦. મચ્છ, મગરમચ્છ અને ગ્રાહાદિક જળજંતુઓથી વ્યાસ મહાભયંકર સમુદ્રમાં જે કઈ પ્રવેશ કરે છે તે મરણાંત