________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી પાંચ પ્રકારના સંવરને સેવીને અથવા પાંચે ઈન્દ્રિયોને સંપૂર્ણ જય કરી, સર્વ મળથી મુક્ત થઈને મુમુક્ષુ જને સર્વોત્તમ મોક્ષપદને પામે છે અર્થાત પ્રમાદ રહિત ધર્મ કરનારા તથાવિધ ભવ્યજને જ પરમપદને પામી શકે છે. - ર૭. સમ્યજ્ઞાન-દર્શન અને સમ્યમ્ આચરણ, તપ, સંયમ, સમિતિ, ગુમિ, પ્રાયશ્ચિત્ત, ઈન્દ્રિયદમન, ઉત્સર્ગ, અપવાદ તથા વિવિધ અભિગ્રહ ધારણ કરવાથી, સાવધાનપણે રત્નત્રયીનું સેવન-આરાધના કરવાથી અને નિર્દોષ આહાર–પાણીની ગષણા કરવાથી જ મુમુક્ષુ જને ભવસમુદ્રને તરી શકે છે. એવા અપ્રમાદી મુનિજનેને જ મનુષ્ય અવતાર પ્રત્રજ્યાનું યથાર્થ પાલન કરવાવડે સફળ થાય છે.
“વિરાધભાવ. ” ૨૮. પરંતુ જે ગ્રહવાસ તજીને પુનઃ પાપારંભના કામમાં આસક્ત થાય છે, તેમાં પ્રીતિ જોડે છે, ત્રણ સ્થાવર જીવને વધ કરે છે, પરિગ્રહ રાખે છે, એવા સંયમષ્ટ થયેલા અસંચતિઓ તે ગ્રહવાસ તજ્યા છતાં કેવળ વેશવિડંબના જ કરે છે.
૨૯. શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરતે જીવ સંકિલષ્ટ પરિણામથી અતિ ચિકણું (નિકાચિત) કર્મ બાંધે છે, સંસારભ્રમણ વધારે છે અને માયા–મૃષાવાદને સેવે છે.
( [ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૩૧૪ ]
- ધર્મ આચરણમાં થતી પારાવાર ઉપેક્ષા.
કેટલાએક મુગ્ધમતિ જ મરુદેવી માતાનું આલંબન (એવું) લઈને કહે છે કે-જેમ તે મરુદેવી માતા તપ-સંયમ