________________
[ રર૬ ]
શ્રી કરવિજયજી એવું વિરુદ્ધ આચરણ કરે તે પણ સાધુજને તેના પર કેપ કરતા નથી પણ મનમાં કરુણાદિક ભાવને ધારે છે. ' પૂજા સત્કારને પ્રાપ્ત થયેલા સાધુઓ પરનું અપમાન કરતા નથી તેમજ પરને ઠગતા નથી. પ્રાપ્ત થયેલ સુખ દુઃખ સમભાવે ભેગવી તેને ક્ષય કરવા માટે નિજ સ્વભાવમાં રમનારા મુનિએ સાગરની જેવા ગંભીર હોય છે. રત્નાગર સમાન મુનિવરે સ્વસંયમ-મર્યાદા મૂકતા જ નથી.
નમ્ર સ્વભાવરમણ, શાન્ત સ્વભાવી, હાસ્ય-હાસ્ય રહિત, વિકથાથી દૂર રહેનારા અને અસંબદ્ધ વચનને નહીં ઉચ્ચારનાર મુનિ વગર પૂછયા તે બેલતા જ નથી. મુખ્ય વૃત્તિએ તે મનભાવને જ ધારણ કરે છે અને જરૂર જણાતાં ભાષાસમિતિથી વચન ઉચ્ચારે છે. મધુર, નિપુણતાભર્યું, , પ્રસંગને લગતું, ગર્વ રહિત, સામાને રુચિકર થાય એવું અને પ્રથમથી બુદ્ધિવડે વિચારી રાખેલું એવું ધર્મયુક્ત હિતકારી સત્ય વચન સાધુએ બેલે છે. પ્રાણાન્ત પણ અધર્મ વચન તે મુખથી ઉચ્ચારતા જ નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬ ]
અજ્ઞાન કષ્ટ કરવામાં અ૫ ફળ છે. પૂર્વે તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી ૨૧ વાર જળથી ધોયેલા અન્નના આહારથી પારાણું કરી છઠ્ઠ છઠ્ઠ તપ નિરંતર કર્યો, પરંતુ નદીના અણગમેલા અને અચિત જળમાં અન્ન દેવાથી થતી જીવ વિરાધનાવાળા તેઓને અજ્ઞાન તપથી દેવગતિરૂપ અલ્પ ફળ જ મળ્યું.