________________
[ ૨૩૬ ]
શ્રી કરવિજયજી ઘરડાઓથી થતી અગવડ આશ્રી ઈસાર કંઇક ઉશ્કેરાઈને કર્યો ત્યારે તેને મેં શાંતિથી જવાબ આપે.
મિત્ર! આમ એકદમ આવેશમાં આવી ઘરડાઓને તુચ્છકારી કાઢવા એ ઠીક નથી. ગમે તેવા પણ તે આપણને પૂજ્ય છે, કારણ કે તેઓ અનુભવથી ઘડાયેલા હોય છે, અને, તેઓની પાસેથી આપણને ડહાપણભર્યું ઘણું જાણવાનું મળે છે. કદાચ તેમનામાં કઈ ખેડખાંપણ હોય તો પણ શું તે આવેશમાં આવી તેમને તુચ્છકારી નાખી દૂર કરી શકાતી હશે? ડાહ્યા માણસોએ ખરું જોતાં આવા સમયે સમતા રાખી ઠીક કળબળથી પોતાનું કામ કાઢી લેવું જોઈએ,” વગેરે કહીને આગળ ચાલે. અને મિત્રને મળ્યા પછી જે મુદ્દાની વાત થઈ તે આ નીચે લખી છે. બીજા ભાઈએાએ તે લક્ષમાં લેવી ઘટે છે.
“આપણું કેમની વર્તમાન દુર્દશાનું મુખ્ય કારણું સત્ય જ્ઞાન અને સાચી કેળવણીને અભાવ છે. હાલની અંગ્રેજી કેળવણી વગેવાય છે તેનું મુખ્ય કારણ ધાર્મિક જ્ઞાનને અભાવ છે. માત્ર અંગ્રેજી કેળવણ લેવાથી વિદ્યાર્થીઓ અશ્રદ્ધાળુ થાય છે એમ ન માનશે. તેનું મૂળ કારણું ધાર્મિક સંસ્કારનો અભાવ છે. જેનામાં શુભ સંસ્કાર પડેલા છે તેને ગમે તે પ્રકારનો વિદ્યાભ્યાસ કરતાં વાંધો આવતો નથી, પણ ફાયદો જ થવા પામે છે. જે જન્મથી જ ઉચ્ચ સંસ્કારને પામેલ છે તે નક્કી ધર્મની જાહોજલાલી વધારશે જ, માટે સહુએ લક્ષમાં રાખવાનું કે ધાર્મિક જ્ઞાનને તિલાંજલી ન અપાય. જે વિદ્યાથીમાં ઉચ્ચ સંસ્કાર પડ્યા હશે તે કઈ પણ વિદ્યાભ્યાસ તેને ઠગાવી શકશે નહી. ધાર્મિક જ્ઞાનવડે વ્યવહારિક જ્ઞાન શેભી નીકળે છે અને સફળ થાય છે. તે વગર બીજું બધું ફીકું લાગે છે.”