________________
[ ૨૪૬ ]
શ્રી કપૂરવિજયજી ત્યાં નિંદાય છે. તેને રાજ્ય તરફથી ભારે કઠોર શિક્ષા સહન કરવી પડે છે. પરલેકમાં પણ તે અધોગતિ પામે છે, તેથી સત્યધર્મ ગ્રહણ કરે તે જ ઉત્તમત્તમ છે.
૮. ચ—જેનું આચરણ પવિત્ર છે તે જગતમાં પૂજવા યોગ્ય છે. શિચનું બીજું નામ પવિત્રતા કે ઉજજવળતા છે. જેની આહાર-વિહારાદિ પ્રવૃત્તિ હિંસાદિ દેષ રહિત છે તે પવિત્ર છે. જેને પરધન હરણ કરવાની કે પરસ્ત્રીગમનની સ્વને પણ ઈચ્છા થતી નથી તે મનુષ્ય પવિત્ર છે. જગત પણ તેને પૂજ્ય માને છે. નિર્લોભીને સૌ કોઈ વિશ્વાસ કરે છે. તેને પરલેક પણ સુધરે છે માટે લોભ તજી શાચ ગુણ આદર.
અકિંચનતા–નિર્મમત્વ–દેહાદિ જડ પદાર્થો આત્માથી ભિન્ન છે, વિનાશી છે અને અચેતન છે. એવા પર ભાવમાં અહંતા-મમતા મોહના તીવ્ર ઉદયથી જ થાય છે અને નિમમત્વભાવથી જીવ શિવરૂપ થાય છે.
૧૦. બ્રહ્મચર્ય—કુશીલ મહાપાપરૂપ છે. સંસાર-પરિ બ્રમણનું બીજ છે. બ્રહ્મચર્યવાન હિંસાદિક પાપથી દૂર રહી શકે છે. બ્રહ્મચર્યવંતમાં સર્વ ગુણ વાસ કરે છે, માટે ઇન્દ્રિય સંબંધી વિષયલાલસા તજીને જિતેન્દ્રિય થવું. બ્રહ્મચર્યથી બંને ભવ સુધરે છે. તેને અચિંત્ય મહિમા સમજી તેમાં અત્યંત આદર કરે. - ટૂંકાણમાં ક્રોધ તજતાં ક્ષમા ગુણ પ્રગટે છે, લેભ તજતાં સંતોષ પ્રગટે છે, અસત્ય તજતાં સત્ય ગુણ પ્રગટે છે, કષાયને જીતતાં સંયમ ગુણ પ્રગટે છે, ઈચ્છાને જીતતાં તપ ગુણ પ્રગટે છે, નિર્મમત્વ-નિઃસ્પૃહભાવથી અકિંચન ગુણ પ્રગટે છે,