________________
[ ૨૪૮ ]
થી કપૂરવિજયજી ગતિમાં પરિભ્રમણ ) રાગ-દ્વેષ વિના ચાલી શકતું નથી. એ રીતે આ ભીષણ ભવસાગરમાં મહ–અજ્ઞાન-મિથ્યાત્વ-કષાયવિકથાદિક (પ્રમાદ) સ્વછંદવશ થતાં પરિભ્રમણરૂપ મહારેગ નિવારવા ભાવ ઔષધરૂપ જે હિતશિક્ષા આપેલી છે, તેનું આત્મહિતૈષી જનેએ નિરંતર મનન કરવું અને અન્ય ભવ્યાત્માઓને ભાવકરુણા લાવી તેમની એગ્યતાનુસારે તે સમજાવવું.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૭] ગૃહસ્થાશ્રમમાં આત્મ-સાધન યોગ્ય હિતશિક્ષા.
ઉત્તમ સ્ત્રી-પુરુષ સદા સાવધાનપણે યથાશક્તિ વ્રતનિયમો પાળતા રહે છે, માંસ-મદિરા-ચોરી–જુગારાદિક સપ્ત વ્યસનને સર્વથા ત્યાગ કરે છે, સત્પાત્રે યથાશક્તિ દાન દે છે અને શાંત મધુરી કેમળ ભાષા બોલે છે. સદગુરુમુખે સશાસ્ત્રનું શ્રવણ કરી તેનું મનન કરે છે અને સ્વજનાદિકને સમજાવે છે. જીવનનિર્વાહ પૂરતા વ્યાપાર-વ્યવસાયમાં પણ માયા-કપટાદિક કરતા નથી. સ્ત્રી-પુત્ર-માત-તાત-નિગ્રંથ (ત્યાગી) મુનિ અને ગુરુએ સહુને યથાયોગ્ય સન્માન આપે છે. જરૂર જણાતાં માત-પિતાદિકને વિશેષ ધર્મને બોધ આપી અપાવી પિતે કૃતાર્થ થાય છે. તેનાથી ઘરની સ્વચ્છતા રાખેરખાવે છે તેમ જ રસોઈ પણ પ્રમુખમાં પણ યોગ્ય પ્રેરણું કરે છે. પોતે વિચક્ષણતાથી વતી સ્ત્રી-પુત્રાદિક સ્વજનેને વિનયી અને ધર્મરાગી બનાવે છે. સ્વકુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે અને અન્ય ખપી જનેને તેવી જ સારી સાચી સલાહ આપે છે. ઘર-આંગણે આવેલા અતિથિ( સાધુ-સંતોનું યથા
ગ્ય સન્માન સાચવે છે.