________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૯ ] ઘરઆંગણે આવતા યાચકને સંતોષ પણ ખરે અને બને તે તેને સારે માથે ચડાવ. પુરુષને સમાગમ કલ્યાણુથે કરે અને તેઓને ઉત્તમ બેધ દિલમાં ધારણ કરે. નિર્દોષ, સંતેષી, સુખી જીવન સદા ગાળવું અને અન્ય ભવ્યાત્માઓ માટે આદર્શરૂપ બનવું. યથાશક્તિ શાસ્ત્રપરિચય કરતા રહી સ્વાધ્યાયાદિ ષટ્ કર્મ કરવામાં સાવધાન રહેવું, અપ આરંભથી જીવન-વ્યવહાર ચલાવ, પરભવમાં શીધ્ર ધર્મપ્રાપ્તિ થાય તેવા બીજ વાવવાં. આ ગૃહસ્થાશ્રમ અન્યને અનુકરણ ગ્ય બની આમેન્નતિ કરવામાં અવશ્ય મદદગાર થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૮ ] પંચ મહાવ્રત અને તેની ભાવના . શરૂઆતમાં ભગવંત શ્રી મહાવીર પ્રભુનું સમગ્ર ચરિત્ર મનનપૂર્વક વિચારી જવું. પછી દરેક મહાવ્રતને તેની રક્ષા અને પુષ્ટિ કરનારી ભાવના સાથે અવધારવાં.
૧. પહેલું મહાવ્રત–હે ભગવત! હું સર્વથા પ્રાણાતિપાત-જીવહિંસાને ત્યાગ કરું છું. કોઈ સૂક્ષમ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવને હું મનવચન-કાયાવડે હણશ નહીં, હણુવિશ નહીં કે હણતાં પ્રત્યે અનુમોદીશ નહીં. વળી ત્રિકાળ વિષય જીવહિંસાને હું પડિકીમું છું, નિંદું છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવ, પરિણામને સરાવું-તજું છું.
પ્રથમ મહાવ્રતની ભાવના–૧ ઈર્યાસમિતિ સાચવી રાખવી, એટલે ગમનાગમન પ્રસંગે જયણા સહિત સાવધાનપણે ચાલવું. ૨ મનગુપ્તિ સાચવવી એટલે મનમાં માઠા વિચાર