________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૫ ] મુક્તિ-નિર્લોભતા–પરિગ્રહ-મમતા સમાન કોઈ ભાર નથી, કેમકે કલેશ, વૈર, દુર્ગાન, વિયેગ, શેક, ભય, અપમાન-એ બધાં પરિગ્રહના ઈચ્છકને વેઠવાં પડે છે. તેનાથી જેટલે વિરક્તભાવ થાય તેટલે ખેદ ઘટવા પામે છે. જેમ બહુ ભારથી દુઃખી થતે માણસ તેને ભાર ઉતયે સુખી થાય છે તેમ પરિગ્રહ-મમતા મૂકવાથી સહેજે સુખી થવાય છે, તેથી જેમ બને તેમ પરિગ્રહની મમતા તજવી ઘટે.
૫. તપ-કર્મની નિર્જરા કરવામાં તથા સંવરની વૃદ્ધિ કરવામાં તપ મુખ્ય કારણ છે. તે આત્માને કર્મ—મળથી મુકત કરે છે. તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ-સિદ્ધિ પ્રગટ થાય છે. તપને અચિંત્ય મહિમા છે. કામવિકારને મારનાર તપ છે. તપ ઇંદ્રિયના વિષયને શાંત-નિર્મૂળ કરી શકે છે. તે તપના અભ્યાસીઓ પરિગ્રહ-ઉપસર્ગ વખતે પણ ચારિત્રધર્મમાં ઠીક ટકી શકે છે. શુદ્ધ તપસેવન વગર સંસારથી છૂટી શકાતું નથી માટે તે આરાધ્ય છે.
૬. સંયમભાવ-સંયમને યથાર્થ સમજીને સેવતાં આત્માને ભારે હિતરૂપ થાય છે. સંયમી આ લેકમાં સર્વને વંદન કરવા યંગ્ય હોય છે. તે કેઈપણ પાપકાર્યથી પાછો હઠતો રહે છે, તેથી આત્મજાગૃતિ-સમભાવ-અહિંસકભાવ તેનામાં વધે છે અને તે આ લોક તથા પરલેકમાં અચિંત્ય મહિમા પામે છે.
૭. સત્ય–સત્યવાદીમાં સમસ્ત ગુણ વાસ કરે છે. સત્યવાન આ લેકમાં અને પરલોકમાં પણ પૂજાય છે– મનાય છે. અસત્યવાદી આ લોકમાં અપવાદ તેમ જ નિંદાને પાત્ર થાય છે. અસત્યવાદી હરકોઈ અપ્રતીતિનું કારણ બને છે, અને જ્યાં