________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૭ ] સહુ મિત્રોએ ભેગા મળી જે ઠરાવ કર્યો તેની નૈધ આ નીચે રહી–
(૧) આપણે અનુકૂળ સંગ્રહસ્થો પાસે જઈ તેમની સહાય અને મદદ માગવી.
(૨) અન્ય ગૃહસ્થોને સમજાવી તેમની પણ મદદ લેવી.
(૩) ઉઘરાવેલા ફંડમાંથી બની શકે તેટલા વિદ્યાથીઓને વિદ્યાભ્યાસમાં અનુકૂળતા કરી આપવી. જેમ ફંડમાં વધારે થવા પામે તેમ તેને વિશેષ લાભ વિદ્યાથીઓને જ આપ.
(૪) ધાર્મિક જ્ઞાન ફરજીઆત કરવું. તેમાં ઉપેક્ષા કરનાર વિદ્યાથી મળી શકતા લાભથી પિતે બનશીબ જ રહેવા પામે છે. તેમને વિદ્યાભ્યાસમાં વધારે સરળતા થાય તેવી વાત લક્ષમાં રાખવી.
(૫) છોકરીઓને પણ યોગ્ય કેળવણી અપાય તેમ કરવું આને માટે એકઠા થયેલા ફંડમાંથી યેગ્ય ખર્ચ કરવાનું ફાજલ પાડવું. છોકરીઓને અભ્યાસ સુંદર અને સરળ બને તે માટે આપણે સહુએ બનતી કાળજી રાખવી જરૂરની છે. આજની છોકરી ભવિષ્યની માતા છે અને શાણું માતા સો શિક્ષકનું કામ સારે એવા શુભ સંસ્કાર પિતાની સંતતીમાં પાડી શકે છે. એમાં રહેલ હિત સામે જેવા સહુએ લાગણી ધરાવવી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૩] આવશ્યક ક્રિયાની ઉપયોગિતા. જે ક્રિયા આત્માના વિકાસને લક્ષમાં રાખી કરવામાં આવે છે તે આધ્યાત્મિક ક્રિયા છે. આત્માના વિકાસનું કાર્ય તેના