________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૯ ] આત્મા નિર્ભય બની પિતાને કઠિનતમ ઉદેશ સિદ્ધ કરી શકે છે તેથી તે ક્રિયા પણ આધ્યાત્મિક છે.
૬. પ્રત્યાખ્યાન–દુનિયામાં જે કાંઈ વસ્તુ વિગેરે છે તે સર્વ નથી તો ભેગવી શકાતું તેમ જ નથી તે ભેગવવાને
, વળી વાસ્તવિક શાંતિ, અપરિમિત ભેગથી પણ સંભવતી નથી, તેથી મુમુક્ષુ જને પ્રત્યાખ્યાન-ક્રિયા દ્વારા પિતાને વ્યર્થ ભેગથી બચાવે છે અને તે દ્વારા ચિરકાલીન આત્મશાંતિ પ્રાપ્ત કરે છે, તેથી જ પ્રત્યાખ્યાનક્રિયા આધ્યાત્મિક છે, અતઃ અવશ્ય આદરણીય છે.
ભાવ આવશ્યક એ લેકેત્તર ક્રિયા છે. લોકેનર લાભ(મેક્ષ)ના ઉદ્દેશથી આધ્યાત્મિક જીદ્વારા ઉપગપૂર્વક કરાતી ક્રિયા છે, તેથી તેનું સમર્થન યથા
ગ્ય કરવું ઘટે. જે ત ને લઈ, મનુષ્યના જીવનને અન્ય પ્રાણીઓનાં જીવન કરતાં ઉચ્ચ ગણવામાં આવે છે અને જે વડે અંતે વિકાસની પરાકાષ્ઠાએ (શ્રેષ્ઠ હદે) પહોંચી શકાય છે તે તો નીચે મુજબ છે –
૧. શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (એકીકરણ ).
૨. જીવનને વિશુદ્ધ બનાવવા માટે સર્વોપરી જીવનમુક્ત (તીર્થકર) મહાત્માઓને આદર્શરૂપ ગણી, સદા તેમની સેવા કરવી.
૩. ગુણવંત મહાત્માઓનું બહુમાન યા વિનય કરવાં.
૪. કર્તવ્યની સ્મૃતિ તથા કર્તવ્યપાલનમાં થઈ જતી ભૂલનું અવલોકન કરી, નિષ્કપટભાવે તેનું સંશોધન કરવું અને ફરીથી તેવી ભૂલ ન થાય તેને માટે આત્માને સાવધાન રાખ.