________________
[ ર૪૨ ]
શ્રી કપૂરવિજયજી વામાં આવે છે તેની સાર્થકતા કરવાની જરૂર છે. વળી ભાઈબહેનને આટલી શેડી પણ ઉપયેગી સૂચના કરી તેને ઉચિત આદર કરવા જણાવી હાલ વિરમું છું.
[ રૈ. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૭૯ ] ક્ષમાદિક દશ લાક્ષણિક ધર્મનું સ્વરૂપ
[ભાવના-સ્વરૂપ ] ૧. ક્ષમાના ઘાતક દોધાદિક ભાવમાં અનેક દુર્ગણે છે તથા ક્ષમાભાવમાં અનેક સદગુણે છે એમ ગુણ-દેષને વારંવાર વિચારવાથી ક્ષમાભાવમાં દઢતા પ્રાપ્ત થાય છે. ક્ષમા પ્રાણીની રક્ષા કરે છે, ધનની રક્ષા કરે છે, યશની રક્ષા કરે છે ને ધર્મની રક્ષા કરે છે. ક્ષમાથી વ્રત, શીલ, સંયમ ને સત્ય એ સર્વની રક્ષા થાય છે. કલેશ ને વેરઝેરનાં દુઃખથી ક્ષમા રક્ષા કરે છે. સમસ્ત ઉપદ્રવથી ક્ષમા રક્ષા કરે છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષને ક્રોધ મૂળથી નાશ કરે છે. ક્રોધથી પ્રચંડ રિદ્રધ્યાન થાય છે. ક્રોધી ક્ષણમાં આપઘાત કરે છે. કૂવા, વાવ, તળાવ, નદી ને સમુદ્રમાં ડૂબી મરે છે. ક્રોધી શસ્ત્રઘાત, વિષભક્ષણ ને ઝપાપાતાદિક અનેક કુકર્મ કરીને આત્મઘાત કરે છે. બીજાને મારતાં ક્રોધીને દયા આવતી નથી. ક્રોધી માણસ પિતાને, પુત્રને, ભાઈને, મિત્રને, સ્વામીને, સેવકને કે ગુરુને ક્ષણમાત્રમાં પ્રાણઘાત કરે છે. ક્રોધી ઘેર દુઃખનું પાત્ર થાય છે. ક્રોધી મહાભયંકર લાગે છે. ક્રોધ સર્વ ધર્મને નાશ કરે છે. કેધી અસત્યભાષી હોય છે. પિતાને તથા પરને દગ્ધ કરવા માટે કુવચનરૂપ અગ્નિ બહાર ફેંકે છે. કેધી માણસ