________________
[ ૨૩૮ ]
* શ્રી કરવિજયજી જ્ઞાન-દર્શન–ચારિત્રાદિક ગુણોની શુદ્ધિથી સરે છે. આ કસોટી કરતાં નિ:શંકપણે સિદ્ધ થાય છે કે–સામાયિકાદિક છએ આવશ્યક આધ્યાત્મિક છે. કેમકે–
૧. સામાયિકનું ફળ –પાપજનક વ્યાપારની નિવૃત્તિ છે, તે કર્મ-નિર્જરા વડે આત્માના વિકાસનું કારણ છે.
૨. ચઉવિસસ્થા–નો ઉદ્દેશ ગુણાનુરાગવૃદ્ધિવડે ગુણ પ્રાપ્ત કરવાનું છે, જે કર્મ-નિરાદ્વારા આત્માના વિકાસનું સાધન છે.
૩. વંદનક્રિયા–દ્વારા વિનયની પ્રાપ્તિ થવા પામે છે, અભિમાન ગળી જાય છે, ગુરુજનની સેવાનો લાભ મળે છે, શ્રી તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે અને શ્રત-ધર્મની આરાધના થાય છે તે આત્માના ક્રમિક વિકાસ દ્વારા મેક્ષનું કારણ બને છે. વંદન કરનારને નમ્રતાના કારણે શાસ્ત્ર સાંભળવાને અવસર પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રશ્રવણ દ્વારા અનુક્રમે જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચકખાણ, સંયમ, આશ્રવ-નિરોધ, તપ, કર્મ-નિર્જરા, અક્રિયા અને સિદ્ધિ–એ પ્રમાણે ક્રમશ: ફળ બતાવવામાં આવેલ છે, તેથી વંદનક્રિયા આત્માના વિકાસનું સાચું કારણ છે.
૪. પ્રતિક્રમણ–દ્વારા કરેલી ભૂલને યાદ કરી, ફરીથી તેવી ભૂલો નહીં કરવા નિશ્ચય કરાય છે એટલે પુનઃ પુનઃ એવા દેશે નહીં કરવા માટે આત્માને સાવધાન કરી દેવાને છે, જેથી કરીને આત્મા દોષમુક્ત થઈ ધીરે ધીરે સ્વશુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈ જાય. આ કારણથી પ્રતિક્રમણ ક્રિયા પણ આધ્યાત્મિક છે.
૫, કાત્સગ–ચિત્તની એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને આત્માને પિતાનું સ્વરૂપ વિચારવાને અવસર આપે છે, જેથી